29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ: ગોધરા એસપી કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો કાળમુખી ટ્રકે જીવ લીધો,પોલીસબેડામાં...

પંચમહાલ: ગોધરા એસપી કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો કાળમુખી ટ્રકે જીવ લીધો,પોલીસબેડામાં શોકનો માહોલ

0
178

ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી પોલીસવડા કચેરીમાં રિડર શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી નોકરી જવા એકટીવા પર નીકળ્યા હતા.તેવામાં શહેરના ગાંધી પ્રેટોલપંપ પાસે એક સિમેન્ટ ભરેલી ટ્રકે તેમને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળ પર કરુણ મોત નિપજ્યુ હતું,બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.પોલીસજવાનના મોતના પગલે જીલ્લાના પોલીસબેડામાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર ગોધરા શહેર ખાતે જીલ્લા એસપી ઓફીસની રીડર શાખામાં ફરજ બજાવતા પ્રભાતસિંહ લાખાભાઈ પગી પોતાની ફરજ પર એસપી કચેરી જવા નીકળ્યા હતા. પણ ન જાણ્યુ જાનકી નાથકાલે સવારે શુ થવાનું.ગોધરા શહેરના ગાંધી પ્રેટોલપંપ પાસે એક સિમેન્ટ ભરેલા ટ્રકે પ્રભાતસિંહ પગીની એકટીવાને અડફેટે લેતા તેઓ જમીન પર પટકાયા હતા.તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થવાને કારણે તેમનું કરુણ મોત થયુ હતુ. ઘટનાને પગલે આસપાસના રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા,પોલીસટીમ પણ ઘટનાસ્થળે આવી પહોચી હતી.પોલીસે ટ્રક જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રભાતસિંહ પગી મિલનસાર અને હસમુખા સ્વભાવના હોવાના કારણે તેમનું મિત્ર વર્તુળ પણ મોટુ હતુ,પરિવારમાં અને પોલીસબેડામાં તેમના અવસાનની જાણ થતા શોકની લાગણી છવાઈ ગઈ હતી. સોશિયલ મિડીયા દ્વારા પણ તેમને શ્રંધ્ધાંજલી પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!