28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા શહેરમાં નશેડી લુખ્ખા તત્ત્વોનો આતંક, ચાર રસ્તા નજીક શેરડીનું...

અરવલ્લી : મોડાસા શહેરમાં નશેડી લુખ્ખા તત્ત્વોનો આતંક, ચાર રસ્તા નજીક શેરડીનું કોલુ ચલાવતા પરપ્રાંતીય દંપતી સામે લુખ્ખાગીરી

0
232

શેરડીનો રસ વેચી જીવન નિર્વાહ ચલાવતા પર પ્રાંતીય પરિવારની માસુમ બાળકી અને સગીરા સામે બિભસ્ત ઈશારા કરતા નશેડીઓ

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં યુવાધન ગાંજાના નશાની ચુંગાલમાં ફસાઈ રહ્યું છે સાંજ પડતાની સાથે ગાંજાનો કસ ખેંચી અનેક યુવાનો નશાની હાલતમાં ડૂબી બરબાદીના પંથે ધકેલાઈ રહ્યા છે શહેરના બાયપાસ રોડ પર,રેલવે સ્ટેશન નજીક તેમજ ધોબીધાળ વિસ્તારમાં અનેક યુવાનો ગાંજાનો નશો કરવા એકઠા થતા હોવાની ચર્ચા ચાલી રહી છે મોડાસા શહેરમાં યુવાનો દેશી-વિદેશી પીવામાં પોલીસ પકડનો ડર રહેતો હોવાની સાથે તેની સ્મેલથી પરિવારજનોને પણ ખબર પડી જવાની સંભાવનાના પગલે ગાંજાનો નશો કરી રહ્યા છે શહેરમાં દસ થી વધુ ગાંજાના પેડલર બિંદાસ્ત ગાંજો વેચાણ કરતા હોવાની ચર્ચા ચારેકોર ચાલી રહી છે

મોડાસા શહેરના ચાર રસ્તા પોલીસ ચોકી નજીક સ્ટેટ બેંક સામે શેરડીનું કોલુ અને જ્યુસ સેન્ટર ચલાવતા પરપ્રાંતીય પરિવાર સાથે છેલ્લા ત્રણ-ચાર દિવસથી બે થી ત્રણ નશામાં ધૂત બની હેરાન કરી મફતમાં શેરડીનો રસ માંગવાની સાથે પરિવારની એક માસુમ દીકરી અને સગીરા સામે ટગર ટગર તાકી રહેવાની સાથે બિભસ્ત ઈશારા કરતા સગીરાએ વિરોધ કરતા બંને લુખ્ખાઓ શેરડીના રસ ખાટો હોવાનું કહી લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા હતા અને પરપ્રાંતીય પરિવાર સાથે મારઝૂડ કર્યા બાદ ધમકી આપતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને સોંપી દીધા હતા લુખ્ખા તત્ત્વોના આતંક થી પરપ્રાંતીય પરિવારો ફફડી ઉઠ્યા છે
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

પર પ્રાંતીય પરિવારના સગીર દીકરા અને દીકરી સાથે વાત કરતા જણાવ્યું હતું કે સાહેબ આ લોકો નશાની હાલતમાં રોજ અમને હેરાન કરે છે શેરડીનો રસ પીને પૈસા પણ નથી આપતા અને મારા મામાની નાની દીકરી અને મારી બહેન સામે ખરાબ ખરાબ ઈશારા કરતા હોવાથી સહન ન થતા આજે એમને ટકોર કરવા જતા અમારા પરિવાર સાથે માથાકૂટ કરી છે અમારે ધંધો કરવો હોવાથી અમારો પરિવાર બધું સહન કરી રહ્યો છે અમને બહુ ડર લાગે છે અમને બચાવી લો કહી વિનંતી કરી રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!