29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : LCB અને બુટલેગરની સ્કોર્પિઓ વચ્ચે પકડ દાવમાં પોલીસે બાજી મારી,...

અરવલ્લી : LCB અને બુટલેગરની સ્કોર્પિઓ વચ્ચે પકડ દાવમાં પોલીસે બાજી મારી, રાજલીના સ્મશાન પાસે 2.45 લાખના દારૂ સાથે ગાડી જબ્બે 

0
172

મોડાસા એન્જીનિયરિંગ કોલેજ નજીક દારૂ ભરેલી સ્કોર્પિઓને અટકાવવા જતા બુટલેગરે ડિવાઈડર કૂદાવી શામળાજી તરફ દોડાવતા 20 કિમી પીછો કરતા રોડ પર ફિલ્મી દ્રશ્યો

 

અરવલ્લી એલસીબી પોલીસે જીલ્લાના માર્ગો પરથી વિવિધ વાહનોમાં મારફતે વિદેશી દારૂ ઠાલવતા બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા મરણીયા બન્યા છે એલસીબી પોલીસે એન્જીનીયરીંગ કોલેજ નજીક દારૂ ભરેલી સ્કોર્પિઓને અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે ફિલ્મી સ્ટાઇલ સ્કોર્પિઓ ડિવાઈડર કુદાવી શામળાજી તરફ હંકારી મુકતા એલસીબીએ દારૂ ભરેલી કારનો પીછો કરતા બુટલેગરે 20 કિમિ સુધી પોલીસને દોડાવી હતી આખરે બુટલેગર હાંફી જતા રાજલી સ્મશાન નજીક સ્કોર્પિઓ મૂકી નાસી છૂટતા પોલીસે ગાડીમાંથી 2.45 લાખથી વધુનો દારૂ ઝડપી પાડી બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

 

અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા-શામળાજી રોડ પર પેટ્રોલિંગ હાથધરતા સ્કોર્પિઓમાં બે બુટલેગર રાજસ્થાનથી દારૂ ભરી મોડાસા તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા એન્જીનીયરીંગ નજીક વોચ ગોઠવી બાતમી આધારિત સ્કોર્પિઓ આવતા અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે સ્કોર્પિઓ ડિવાઈડર કુદાવી પરત શામળાજી તરફ હંકારી મુકતા પોલીસે દારૂ ભરેલી સ્કોર્પિયોનો પીછો કરતા બુટલેગરે જીવણપુર થી પોલીસને થાપ આપવા ટર્ન લઇ મોડાસા તરફ દોડાવતા પોલીસ પણ બુટલેગરોની હિંમત જોઈ ચોંકી ઉઠી હતી અને દારૂ ભરેલી કાર ગુમ થઇ જતા પોલીસે સ્કોર્પિઓ શોધવા સમગ્ર વિસ્તાર ખુંદી નાખતા ત્રીસ મિનિટ્સ પછી સ્કોર્પિઓ રાજલી-મઠ નજીક બિનવારસી હાલતમાં મળી આવતા હાશકારો અનુભવ્યો હતો મોડાસા-શામળાજી રોડ પર પોલીસ-બુટલેગર વાહન વચ્ચે રેસ જેવા દ્રશ્યો પેદા થતા લોકો પણ અચંબિત બન્યા હતા

 

એલસીબી પોલીસે સ્કોર્પિઓ ગાડીની તલાસી લેતા પાછળની સીટ અને ડેકીમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-391 કીં.રૂ.245800/- તેમજ સ્કોર્પિઓ મળી કુલ રૂ.745800/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બુટલેગરોએ દારૂની હેરાફેરીમાં સ્કોર્પિઓ ગાડીની નંબર પ્લેટ પણ ડુપ્લીકેટ લગાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!