33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગુજરાતમાં અરવલ્લીનો ટેબલ ટેનિસમાં દબદબો : રાજ્યના શ્રેષ્ઠ કોચ તરીકે મઝહર સુથાર,શ્રેષ્ઠ...

ગુજરાતમાં અરવલ્લીનો ટેબલ ટેનિસમાં દબદબો : રાજ્યના શ્રેષ્ઠ કોચ તરીકે મઝહર સુથાર,શ્રેષ્ઠ ખેલાડીમાં અરમાન શેખને એવોર્ડથી નવાજ્યા

0
625

ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા દર વર્ષે ટેબલ ટેનિસ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર અને રાજ્યનું નામ દેશ વિદેશમાં રોશન કરનાર વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ કોચ અને શ્રેષ્ઠ ખેલાડીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે અમદાવાદ ટ્રાન્સ્ટેડિયામાં યોજાયેલ એવોર્ડ સેરેમનીમાં જુનિયર અને યુથ કેટેગરીમાં શ્રેષ્ઠ કોચ તરીકે અરવલ્લી જીલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર અને શ્રેષ્ઠ ખેલાડી તરીકે અરમાન શેખને એવોર્ડ આપવામાં આવતા સમગ્ર રાજ્યમાં મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના ખેલાડીઓ ટેબલ ટેનિસ, હોકી સહીત અન્ય રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરી સમગ્ર દેશમાં નામ રોશન કરી રહ્યા છે ત્યારે જીલ્લાના રમત-ગમત ક્ષેત્રે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરતા અમદાવાદ ટ્રાન્સ્ટેડિયામાં રવિવારે યોજાયેલ એવોર્ડ ફંક્શનમાં જુનિયર અને યુથ કેટેગરીમાં શ્રેષ્ઠ કોચ તરીકે અરવલ્લી જીલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથારને એવોર્ડ આપવામાં આવતા અને રાજ્યના શ્રેષ્ઠ ખેલાડી તરીકે અરમાન શેખને એવોર્ડ એનાયત કરતા સમગ્ર સ્ટેડિયમ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યું હતું એવોર્ડની જાહેરાત થતાની સાથે મજહર સુથાર અને અરમાન શેખ પર મોડાસા શહેર સહીત ઠેર ઠેર થી અભિનંદનની વર્ષા થઇ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!