પોલ્ટ્રીફાર્મની ગંદકી માઝુમ નદીમાં ઠાલવતા બર્ડફલુ વાયરસનું સંકટ, પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓમાં આક્રોશ
પોલ્ટ્રીફાર્મમાંથી અખાદ્ય ઈંડા અને ચિકન ઠાલવવામાં આવતું હોવાથી પવિત્ર માઝુમ નદીના નીર દુષિત બન્યા, પોલટ્રીફાર્મના માલિકો સામે કાર્યવાહીની પ્રબળ માંગ
પોલ્ટ્રીફાર્મના સંચાલકો પૈસાના જોરે જીપીસીબી અને તંત્ર ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ સ્થાનિકોની રજુઆતને પણ ગોઠતા નથી
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના કોલીખડ, દુઘરવાડા, ભેરુંડા અને પહાડપુર રોડ પર ઠેર ઠેર પોલ્ટ્રીફાર્મ ધમધમી રહ્યા છે પોલ્ટ્રીફાર્મ થી આજુબાજુના વિસ્તારોમાં ભારે પ્રદુષણ થતું હોવાની વ્યાપક બુમરાણ ઉઠી રહી છે મોડાસા શહેરના કોલીખડ રોડ પર આવેલા પોલ્ટ્રીફાર્મના સંચાલકો બેખોફ બની નજીકમાંથી પસાર થતી માઝુમ નદીમાં પોલ્ટ્રીફાર્મની ગંદકી, અખાદ્ય ઇંડા અને મૃતક મરઘાં અને ચિકન ઠાલવતા નદી પ્રદુષિત બનાવની સાથે પાણી માંથી અસહ્ય દુર્ગધ આવતી હોવાથી નદીના પાણીનો વપરાશ કરતા લોકોના જન આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે પ્રદુષિત પાણી પશુઓ પિતા બીમાર પડી રહ્યા છે તંત્ર દ્વારા માઝુમ નદીમાં પોલ્ટ્રીફાર્મની ગંદકી ઠાલવતા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે
મોડાસા શહેરના આજુબાજુના પંથકમાં પોલ્ટ્રીફાર્મનો ધંધો ધમધમી રહ્યો છે કોલીખડ ગામ નજીક પોલ્ટ્રીફાર્મના માલિકો માઝુમ નદીના કિનારે પોલ્ટ્રીફાર્મની ગંદકી બેરલમાં ભરી ઠાલવતા હોવાનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે પવિત્ર માઝૂમ નદીના નીરને દુષિત કરનાર સંચાલકો તંત્રનો કોઈ ડર જ રહ્યો નથી સ્થાનિકોને ગોઠતાં નથી એક રાજકીય અગ્રણીએ પણ માઝુમ નદીમાં કચરો ઠાલવવાની ના પડી નદીમાં ઠાલવેલી ગંદકી હટાવી લેવા કહેવા છતાં પોલ્ટ્રીફાર્મના સંચાલકો મનમાની કરી રહ્યા છે રાજકીય અગ્રણીએ સ્થાનિકોએ જવાબદાર તંત્રને રજુઆત કરવામાં આવી છે અને ગંદકી ફેલાવતા પોલ્ટ્રીફાર્મના સંચાલકો સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી છે
મોડાસા શહેરની આજુબાજુ અનેક પોલ્ટ્રીફાર્મ રહેણાંક વિસ્તારના આજુબાજુના વિસ્તારમાં ભારે ગંદકી વધી જતી હોય છે અને આ ગંદકીના કારણે મચ્છર અને જીવજંતુઓનું પ્રમાણ પણ વધી જાય છે. જેના પગલે આજુ બાજુના રહીશોના આરોગ્ય પર ખતરો તોળાઇ રહ્યો છે





