32 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લી: મોડાસામાં ખાડા થી લોકો પરેશાન, દેવભૂમી સોસાયટીમાં ખાડા ખોદવામાં ગટરો તૂટી, કોઈ સાંભળવા તૈયાર નથી !!!


અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો ચાલી રહ્યા છે, તો બીજી બાજુ અંડર ગ્રાઉન્ડ ઈન્ટરને નેટ ફાઈબર નાખવાની કામગીરીએ લોકોની મુશ્કેલીઓ વધારી છે. મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહીશોની મુશ્કેલીઓ વધી છે પણ પાલિકા તંત્ર ક્યારે તેમની સમસ્યાઓનું સમાધાન લાવશે તે એક સવાલ છે. વેરો ઉઘરાવાવમાં જે રીતે પાલિકા તંત્ર ખડેપગે રહે છે તેવી રીતે લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે રહે તે પણ જરૂરી છે.

Advertisement

મોડાસાના ડીપ વિસ્તારમાં ખાડા ખોદવાને કારણે ગટર લાઈન તૂટી ગઈ છે, જેને કારણે પાણીની પાઈપ લાઈન ઉપર પણ વિપરીત અસર પડી શકે એમ છે, જેને લઇને સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો હતો અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે, પણ હજુ સુધી ખોદકામ કરતી એજન્સી કે કોન્ટ્રાક્ટ્રર્સ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નથી આવી, તો પાલિકાની લગામ પણ આવી એજન્સીઓ પર ન હોય તેવું સ્પષ્ટ લાગે છે, જેથી સ્થાનિક લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોની માગં છે કે, તેઓની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે.

Advertisement

હાલ તો ગટરની પાઈપ લાઈન તૂટી જવાથી રસ્તાઓ પર સ્વચ્છ નહીં પરંતુ ગંદુ પાણી ફરી વળતા લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદુ પાણી હોવાને કારણે લોકો દુર્ગંધથી પણ ત્રસ્ત થયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!