29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સ્વાગત કાર્યક્રમ થકી લાભાર્થીઓને મળ્યો આવકાર, પ્રશ્નો સાથે ત્વરિત નિરાકરણ મળતા હાશકારો

સ્વાગત કાર્યક્રમ થકી લાભાર્થીઓને મળ્યો આવકાર, પ્રશ્નો સાથે ત્વરિત નિરાકરણ મળતા હાશકારો

0
149

ભિલોડા,માલપુર અને મોડાસા તાલુકાઓમાં કુલ 50 જેટલાં પ્રશ્નોનો હકારાત્મક નિકાલની સાથે જરૂરી સૂચનો અપાયા

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ આજથી 20 વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સ્વાગત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે દાયકામાં, સ્વાગત કાર્યક્રમે સરકાર અને જનતા વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સ્વાગત કાર્યક્રમને કારણે ગુજરાતના સામાન્ય નાગરિકોને તેમના પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન મળી રહ્યું છે.

અરવલ્લી જિલ્લામાં સ્વાગત સપ્તાહની તાલુકા કક્ષાની ઉજવણીના ભાગરૂપે ભિલોડા, મોડાસા, માલપુર તાલુકાઓનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં કલેક્ટર પ્રશસ્તિ પારિકની અધ્યક્ષતામાં ભિલોડા ,જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં મોડાસા ,જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં માલપુર ખાતે યોજાયો,જેમાં ભિલોડા , મોડાસા અને માલપુર તાલુકામાં કુલ 50 જેટલાં પ્રશ્નોનો હકારાત્મક નિકાલની સાથે જરૂરી સૂચનો અપાયા,જેમાં,ખેતરમાં દબાણનો,જમીન માપણીની કાર્યવાહી કરવા સૂચન કર્યુ,દાખલાઓ અંગેની રજુઆત,આવકના દાખલા અંગે,ગટરલાઇન,વિધવા સહાય,નળ કનેકશન,શરત ભંગ,બિનખેતીની જમીનનો મુદ્દો,રેશન કાર્ડ,રસ્તા રીપેર,રોડ બનાવવા બાબત,પીવાના પાણીનો પ્રશ્ન,જમીન મુદ્દે પ્રશ્ન,અધૂરા કામ પુરા કરવા સૂચનો કરવામાં આવ્યા.

અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા પીવાના પાણીની સમસ્યા મુદ્દે ગંભીરતાથી સુચનો આપવામાં આવ્યા,અને પીવાના પાણીની સમસ્યા હોય તો તાકીદે નિરાકરણ લાવવા જણાવ્યું, જિલ્લા કલેક્ટર અને સંબધિત વિભાગના અધિકારીઓના નેજા હેઠળ તાલુકાના જુદા જુદા ગામના નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ સુખદ નિરાકરણ કરવામાં આવ્યું અને જેતે વિભાગને તાકીદે અધૂરી કામગીરી પૂર્ણ કરીને પ્રજાના અન્ય પ્રશ્નો હલ કરવા સૂચના આપવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!