29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ટ્રકમાં માલસામાનની આડમાં ઘુસાડાતો 85 હજારનો દારૂ શામળાજી પોલીસે ઝડપ્યો,શરાબ...

અરવલ્લી : ટ્રકમાં માલસામાનની આડમાં ઘુસાડાતો 85 હજારનો દારૂ શામળાજી પોલીસે ઝડપ્યો,શરાબ મુંબઈ બાજુ ઠાલવવાનો હતો

0
118

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદ રતનપુર ચેકપોસ્ટ પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી ટ્રકમાં માલસામાનની આડમાં ઘુસાડાતો વિદેશી દારૂના ક્વાંટરીયા અને પાઉચનો જથ્થો જપ્ત કરી લીધો હતો 85 હજારના દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક ખેપિયાને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી દારૂ ભરેલ ટ્રક મુંબઈ તરફ જતો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતા બંધ બોડીના ટ્રકમાં માલસામાનની આડમાં વિદેશી દારૂ ભરી ટ્રક ઉદેપુર મંગલવાડા તરફથી શામળાજી તરફ આવી રહી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની વોચ ગોઠવી દીધી હતી બાતમી આધારીત ટ્રક રતનપુર ચેકપોસ્ટ નજીક પહોંચતા પોલીસે અટકાવી તલાસી લેતા ટ્રકની અંદર માલસામાનની પાછળ વિદેશી દારૂની 21 પેટી મળી આવતા પોલીસે પેટીમાંથી વિદેશી દારૂના ક્વાટર્સ અને પાઉચ નંગ-1008 કીં.રૃ.85680/- નો જથ્થો જપ્ત કરી ટ્રક, મોબાઈલ અને દારૂ મળી કુલ રૂ.8.87 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક બુટલેગર ગુરમેલસિંહ બલવીરસિંહ જાટ (રહે,મહિન્દપુર-પંજાબ) ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ કુલદીપસિંહ જાટ (રહે,મંગલવાડા નજીક આવેલ હોટલ પર, રાજ) અને અન્ય એક અજાણ્યા ઈસમ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!