માત્ર એક – બે ખખડધજજ કાર રાખી ગ્રાહકોને મોટર કારનું લાયસન્સ અપાવી દેવાની ગેરન્ટી સાથે તગડી ફી વસુલવામાં આવી રહી છે
અધકચરૂ ડ્રાઇવિંગ જ્ઞાન આપી ટ્રાફિક અને અન્યના જીવન સાથે પણ ચેડાં કરવામાં આવી રહ્યા છે
ખખડધજ વાહનોનું રીન્યુઅલ અને કીટનેસ સટીફીકેટ અધિકારીઓની રહેમ નજર હેઠળ આપાતુ હોવાના આક્ષેપો છેડેચોક થઈ રહ્યા છે
સ્થળ ચકાસણી અને ઉપલબ્ધ સગવડતાઓ તથા ડ્રાઇવિંગ શિક્ષણ પધ્ધતિની ચકાસણી કરવામાં આવતી નથી
પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગની કચેરી દ્વારા તપાસ કરાય તો મસમોટુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે
રાકેશ પંચાલ , હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત જિલ્લાભરના તાલુકા મથકો ઉપર વર્ષો પહેલાંથી RTOના નાક તળે ગેરકાયદે સ્કૂલો ચલાવતા ફોલ્ડરીયાઓ તંત્રને નજરમાં આવતા નથી? આરટીઓ એજન્ટો દ્વારા જ મોટાભાગની સ્કૂલો પર કબજો જમાવવામાં આવ્યો છે! મોટર ડ્રાઇવિંગ શીખવવા માટે આરટીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલોની સરખામણીએ બોગસ સ્કૂલોનો રાફડો ફાટી નિકળ્યો છે, અને માત્ર એક – બે ખખડધજજ કાર રાખી ગ્રાહકોને મોટર કારનું લાયસન્સ અપાવી દેવાની ગેરન્ટી સાથે તગડી ફી વસુલવામાં આવી રહી છે.
અધકચરૂ ડ્રાઇવિંગ જ્ઞાન આપી ટ્રાફિક અને અન્યના જીવન સાથે પણ ચેડાં કરવામાં આવી રહ્યા છે
વેકેશનની સિઝનમાં ડ્રાઇવિંગ શીખવા ઇચ્છતા લોકોનો ધસારો વધી જાય છે અને કમાણીની તક નિહાળી બોગસ સ્કૂલો દ્વારા માત્ર દસ કે પંદર દિવસની તાલીમ આપી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી આપવાની લાલચ આપવામાં આવે છે. આવા લોકો દ્વારા અધકચરૂ ડ્રાઇવિંગ જ્ઞાન આપી ટ્રાફિક અને અન્યના જીવન સાથે પણ ચેડાં કરવામાં આવી રહ્યા છે. માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલો દ્વારા કાર ડ્રાઇવિંગ (લાયસન્સ સહિત) માટે રૂ. ૪૦૦૦ થી ૬૫૦૦ વસુલવામાં આવે છે. એટલી જ રકમ બોગસ સ્કૂલો દ્વારા ખંખેરવામાં આવે છે અને ઓછા સમયમાં ડ્રાઇવિંગ શીખવી અને લાયસન્સ પકડાવી દેવામાં આવે છે.
મોટાભાગે આરટીઓ એજન્ટો દ્વારા જ તમામ પ્રકારના સેટિંગ વડે ડ્રાઇવિંગ સ્કૂલો ખોલી નાંખવામાં આવે છે
પરંતુ આવી બોગસ સ્કૂલોમાં તાલીમ આપતા લોકો ખૂદ જ શીખાવ હોય છે અને ટ્રાફિકમાં કાર સંચાલન કઇ રીતે કરવું તેના વિષે માહિતગાર હોતા નથી. મોટાભાગે આરટીઓ એજન્ટો દ્વારા જ તમામ પ્રકારના સેટિંગ વડે ડ્રાઇવિંગ સ્કૂલો ખોલી નાંખવામાં આવે છે અને ખખડધજજ ગાડીઓમાં લોકોને કાર ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં પણ લોલમ્ લોલ ચાલે છે કારના લાયસન્સ માટે લેવામાં આવતી ડ્રાઇવિંગ ટેસ્ટમાં પણ લોલમલોલ ચાલી રહી છે. અને એજન્ટો ખોંખારો ખાઇને કહે છે અમે કોઇપણ જાતની ટેસ્ટ આપ્યા વિના તમારૂ લાયસન્સ તમારા ઘરે પહોંચાડી આપીશુ માત્ર વધારાના નાણાનો ખર્ચ કરવો પડે છે.
અધિકારીઓની મીઠી નજર તળે ખખડધજ ગાડીઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા હોવાની લોકમુખે ચર્ચા
ફિટનેસ સર્ટિફિકેટ વિનાની કારો પણ દોડે છે આરટીઓ દ્વારા મોટર ડ્રાઇવિંગ સ્કૂલોની કાર માટે દર વર્ષે રીન્યુ અને ફિટનેસ સર્ટિ. ફરજિયાત મેળવવાનું રહે છે. પરંતુ અધિકારીઓની મીઠી નજર તળે ખખડધજ ગાડીઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે. ફોલ્ડરીયા જ અકસ્માતોનું જોખમ ઉભુ કરે છે મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો મુખ્ય હેતુ ગ્રાહકને પધ્ધતિસરની તાલીમ અને આરટીઓ તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનું રહે છે, પરંતુ ફોલ્ડરીયા સ્કૂલ સંચાલકો દ્વારા પ્રશિક્ષણ આપવામાં ટુંકો રસ્તો અપનાવવામાં આવે છે અને માત્ર ઉપછલ્લુ ડ્રાઇવિંગ શીખવી અને સેટિંગ વડે લાઇસન્સ પકડાવી દેવામાં આવે છે. આવા અધકચરા ડ્રાઇવિંગ જ્ઞાન સાથે કાર ચલાવતા લોકો જ અકસ્માતનું જોખમ ઉભું કરે છે.
ફી પૂરી વસુલાય અને ડ્રાઇવિંગ આડેધડ શીખવવામાં આવતું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે
બોગસ ડ્રાઇવિંગ સ્કૂલો દ્વારા માન્યતાપ્રાપ્ત સ્કૂલો જેટલી જ ફી વસુલવામાં આવે છે, પરંતુ આવા ઉઘાડપગા સંચાલકો દ્વારા ગ્રાહકોને પધ્ધતિસરનું ડ્રાઇવિંગ શીખવાડવામાં આવતું નથી અને ટ્રેનિંગ આપનારા લોકો ખુદ આરટીઓ અને ટ્રાફિકના નીતિ નિયમોથી અજાણ હોય છે. હા, બોગસ સ્કૂલો વિષે માહિતી મળી છે સાબરકાંઠા જિલ્લામાં ફાટી નિકળેલી બોગસ ડ્રાઇવિંગ સ્કૂલ વિષે સાબરકાંઠા આરટીઓ તપન મકવાણા ખુદ માને છે કે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ને લગતા નીતિ નિયમોનું પાલન થતું નથી જેથી તેઓ દ્વારા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ અંતર્ગત માહિતી માગતા વાત ટાળી દીધા બાદ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે
કેટલાક એજન્ટો કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે સાઠગાંઠ ગોઠવીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મનમાની ચલાવી રહ્યા છે
બીજી તરફ તાજેતરમાં જિલ્લા કલેકટર પ્રસિધ્ધ કરેલા જાહેરનામા મુજબ આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા નાબૂદ કરી દેવાઈ હોવા છતાં કેટલાક એજન્ટો કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે સાઠગાંઠ ગોઠવીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મનમાની ચલાવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં લાયસન્સ કઢાવી આપતા એજન્ટો રૂબરૂ નહી તો મોબાઈલના માધ્યમથી વાતચીત કરીને પોતાનું કામ કઢાવી લે છે. જેથી સક્ષમ અધિકારીઓ ધ્વારા ઓચિંતી તપાસ કરીને કર્મચારીઓના મોબાઇલનું કચેરીના સમય સુધી થયેલી વાતચીત અંગેની માહિતી મેળવવામાં આવે તો ઘણુ બધું બહાર આવે તેવી શક્યતા છે.
ખખડધજ વાહનોનું રીન્યુઅલ અને કીટનેસ સટીફીકેટ અધિકારીઓની રહેમ નજર હેઠળ આપાતુ હોવાના આક્ષેપો છેડેચોક થઈ રહ્યા છે
આરટીઓ કચેરીમાં ડ્રાઈવીંગ સ્કૂલો ચલાવતા સંચાલકોના કેટલાક વાહનોના રિન્યુઅલ અને ફીટનેસ સર્ટી ફરજિયાત હોવા છતાં કેટલીક ડ્રાઈવીંગ સ્કુલોના સંચાલકો ખખડધજ વાહનોમાં ડ્રાઈવીગની ટ્રેનિંગ અપાતી હોવા છતાં આવા ખખડધજ વાહનોનું રીન્યુઅલ અને કીટનેસ સટીફીકેટ અધિકારીઓની રહેમ નજર હેઠળ આપી દેવામાં આવતા હોવાના આક્ષેપો છેડેચોક થઈ રહ્યા છે. એટલુ જ નહી પણ આરટીઓએ માન્ય કરેલ ડ્રાઈવીંગ સ્કૂલોમાં લેવાતી ફી કરતા ઓછી રકમ લેવામાં આવતી નથી. એટલું જ નહીં પણ આવા બોગસ સંચાલકો લાયસન્સ મેળવવા ઈચ્છતા લોકોને રોડ પર ગ્રામ્ય વિસ્તારોમાં લઈ જઈને અધૂરી તાલીમ આપે છે. નિયમ એવો છે કે મોટર ડ્રાઈવીંગ સ્કૂલના સંચાલક પાસે 1 હજાર સ્કેવર ફીટનો એરીયા હોવો જોઈએ. તથા આવી ડ્રાઈવીંગ સ્કુલોમાં શૌચાલય, વાઈફાઈની સુવિધા અને ટેક્ષ પાર્કિંગ છે કે નહીં તે તપાસવું જોઈએ
