33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા નગરપાલિકાની સામાન્ય સભામાં પાણીના અને ભાડાના મકાનમા ચાલતી આંગણવાડી...

અરવલ્લી : મોડાસા નગરપાલિકાની સામાન્ય સભામાં પાણીના અને ભાડાના મકાનમા ચાલતી આંગણવાડી બનાવવા કોંગ્રેસની માંગ

0
489

 

મોડાસા નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ જલ્પાબેન ભાવસારના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં શહેરના વિકાસના કામો અંગે વિસ્તૃત ચર્ચા કરી સર્વાનુ મતે મંજુર કરવામાં આવ્યા હતા જેમાં મુખ્યત્વે ગણેશપુર બાયપાસ રોડ પર રખડતા પશુઓ માટે ઢોરવાડો બનાવવાનું અને તેમજ ધનસુરા રોડ પરથી મોડાસા શહેરના નગરપાલિકા વિસ્તારમાં પ્રવેશદ્વાર બનાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો જો કે કોંગ્રેસે ગંદા પાણીના મુદ્દે અને શહેરમાં ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી બનાવવા ઝડપથી નિર્ણ્ય કરવામાં આવેની માંગ કરી હતી

મોડાસા નગરપાલિકાના હોલમાં મળેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા જી.આઈ.ખાલક અને કોંગ્રેસના સદસ્યોએ નગરપાલિકાની સામાન્ય સભામાં મોડાસા નગરમાં ગામ તળ વિસ્તારમાં ગંદા પાણીના પ્રશ્નો વારંવાર ઉભા થઇ રહ્યા છે આ અંગે સર્વે કરાવી નગરજનોને ચોખ્ખા પાણી પૂરું પાડવા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અને નવી પાઈપલાઈન નાખવામાં આવે તેમજ મોડાસા શહેરમાં વર્ષોથી બાળકો ભાડાના મકાનની આંગણવાડીમાં અભ્યાસ કરતા હોવાથી નગરપાલિકામાં વારંવાર આંગણવાડીના મકાન બનાવવા રજુઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ કરી નવી આંગણવાડી મકાનોનું નિર્માણ કરવામાં આવેની ઉગ્ર રજુઆત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!