28.2 C
Gujarat
Saturday, September 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા બહેરા-મૂંગા શાળામાં મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં દિવ્યાંગ જન સન્માન...

અરવલ્લી : મોડાસા બહેરા-મૂંગા શાળામાં મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં દિવ્યાંગ જન સન્માન કાર્યક્રમ યોજાયો

0

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અન્ન અને પુરવઠા મંત્રી ભીખુંસિંહ પરમારની ઉપસ્થિતિમાં લાયન્સ કલબ સોસાયટી મોડાસા સંચાલિત શ્રી વા. હી. ગાંધી બહેરા – મૂંગા શાળા ખાતે દિવ્યાંગ જન સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંસ્કૃતિ કાર્યક્રમ સાથે દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને પૂર્વ વિદ્યાર્થીઓને પણ બોલાવવામાં આવ્યા હતા.

અરવલ્લી જિલ્લામાં 2002 થી ચાલી રહેલ ગુજરાતની પ્રથમ લાયન્સ ઔધોગિક તાલીમ સંસ્થા દિવ્યાંગ આઈ.ટી.આઈ જેમાં દિવ્યાંગ તાલીમાર્થીઓ વિવિધ પ્રકારના વ્યવસાયિક તાલીમ મેળવી હાલ કંપની કે પેઢીમાં નોકરી મારફતે પોતાના ધંધા રોજગાર શરૂ કરી અને તે પોતાના સ્વ પગ પર નિર્ભર બન્યા છે.જેમનું સન્માન કરવામાં આવ્યું હતું. એ સાથે જ વર્ષોથી કામ કરતા અને આ સંસ્થામાં જોડાયેલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને નિવૃત્ત થતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ ખૂબ જ સુંદર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતો.

ભીખુસિંહ પરમારે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે તે ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે. આ સુંદર આયોજન થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખુબ જ સુંદર કામગીરી કરી રહી છે દિવ્યાંગ બાળકોના ઘડતર અને શિક્ષણ ઉપર સૌથી મહત્વનો ફાળો આપી રહી છે. ત્યારે સંસ્થાની સાથે જોડાયેલા દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું.આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક જિલ્લાના અધિકારીઓ અને પદાઅધિકારીઓ તેમજ લાયન્સ સોસાયટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!