29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોટી ઇસરોલમાં અર્બુદા રથનું ઉમળકાભેર સ્વાગત કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણ દ્વારા સમાજ...

મોટી ઇસરોલમાં અર્બુદા રથનું ઉમળકાભેર સ્વાગત કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણ દ્વારા સમાજ ઉત્થાનની કેડી કંડારીએ: કેશુભાઈ પટેલ

0
120

 

મોડાસા તાલુકાના ૨૮ ગામોને આવરી લેતી યાત્રાએ અત્યાર સુધી ૧૦ ગામોમાં ભ્રમણ પૂરું કર્યું

આજરોજ મોટી ઇસરોલ ગામે અર્બુદા રથનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.જીતપુર(મ)ગામેથી સામૈયું કરીને રથ મોટી ઇસરોલ ગામે વાજતેગાજતે આવી પહોંચતા ગ્રામજનોનો ઉત્સાહ હિલોળે ચડ્યો હતો બે જિલ્લાના સમાજ મંડળના મહામંત્રી કેશુભાઈ પટેલ(મોટા કોટડા)એ જણાવ્યું કે કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણ દ્વારા સમાજ ઉત્થાનની કેડી કંડારવાનો સમય હવે પાકી ગયો છે.સ્પર્ધાના જમાનામાં શિક્ષણની સાથે તાલીમ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા દેખાવ માટે નિષ્ણાત શિક્ષકો દ્રારા તૈયાયરીઓ કરાશે અને ઉભા થનાર સંકુલમાં સમાજને એની સવલતો મળશે.

મોડાસા તાલુકાના ચૌધરી સમાજના જે ૨૮ ગામોને આવરી લઈને આ તાલુકામાં બામણવાડ ગામથી પ્રારંભ થયેલી આ યાત્રાનું ગામેગામ સ્વાગત થઈ રહ્યું છે.આજ સુધીમાં જે ગામોમાં યાત્રાનું પરિભ્રમણ પૂરું થયું છે તેમાં બામણવાડ,ઉમેદપુર(જી),કુડોલ,ઉમેદપુર(દ),જંબુસર, દધાલિયા, વરથું,જીતપુર(મ),મોટી ઇસરોલ અને ટીંટોઇ ગામોનો સમાવેશ થાય છે.
મોટી ઇસરોલ ગામે યોજાયેલા યાત્રા સમારોહમાં કેશુભાઈ પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમમાં દામુભાઈ પટેલ(ભિલોડા),ફલજીભાઇ પટેલ,નરેશભાઈ પટેલ,રઘુભાઈ પટેલ ,અરુણ પટેલ વગેરેએ ઉપસ્થિત રહી સમાજના કુરિવાજો ઉપર પ્રકાશ ફેંક્યો હતો અને ગાંભોઈ પાસે કરણપુર નજીક એક શિક્ષણ સંકુલ નિર્માણ અને એનો હેતુ સમજાવ્યો હતો.રામદેવ ઉપાસક પૂ.હીરાદાદાએ આશીર્વચન પાઠવ્યા હતા. .કાર્યક્રમના પ્રારંભે પ્રભુદાસભાઈ પટેલે મહેમાનોને આવકાર્યા હતા જ્યારે આભાર વિધિ નિવૃત્ત શિક્ષક બી.ડી.પટેલે કરી હતી.ગામના સમગ્ર આગેવાનો,યુવાનો અને મહિલાઓએ કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પદે બઢતી મળતા ગામના યુવાનનું સન્માન કરાયું

મોટી ઇસરોલ ગામના વતની અને વડોદરામાં વર્ષોથી ધારાશાસ્ત્રી એવા એસ.એમ.પટેલના સુપુત્ર શૈલેષભાઇ પટેલને તાજેતરમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પદે બઢતી મળતા
ગ્રામજનો દ્વારા આ અવસરે ઉપસ્થિત મહેમાનો કેશુભાઈ પટેલ અને દામુભાઈ પટેલ અને અન્ય આગેવાનોને હસ્તે સાફો પહેરાવી અને ખેસ પહેરાવી એમનું બહુમાન કરવામા આવ્યું હતું જે સન્માન એસ.એમ.પટેલે સ્વીકાર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!