33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ટીંટોઈ પોલીસે ગડાદર નજીક સ્વીફ્ટ કારમાંથી 696 બોટલ વિદેશી દારૂ...

અરવલ્લી : ટીંટોઈ પોલીસે ગડાદર નજીક સ્વીફ્ટ કારમાંથી 696 બોટલ વિદેશી દારૂ સાથે 3.62 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

0
116

 

ભિલોડાના અસાલ ગામનો મિતેષ ડામોર નામનો બુટલેગર અને અન્ય શખ્સ કારમાં દારૂની ડીલેવરી કરવા નીકળ્યા હતા

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક યુવાનો વિદેશી દારૂની હેરાફેરી અને કટિંગ કરી નાના-મોટા વિસ્તારના બુટલેગરોને દારૂનો જથ્થો વાહનો મારફતે પૂરો પાડી રહ્યા છે ટીંટોઈ પોલીસે ગડાદર ગામ નજીક દારૂ ભરેલી કારની ખેપ નિષ્ફળ બનાવી 1.12 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી ફરાર કાર ચાલક બુટલેગર અને તેના સાથીદારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

ટીંટોઈ પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા કમર કસી છે ગડાદર નજીક વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા નાકાબંધી કરતા દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ચાલક બુટલેગર અને તેની સાથે રહેલો શખ્સ નાકાબંધી જોઈ કાર રોડ સાઇડ મૂકી અંધારામાં ખોવાઈ જતા પોલીસે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-696 કીં.રૂ.112800/- અને કાર મળી રૂ.3.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર કાર ચાલક બુટલેગર મિતેષ બિપિન ડામોર (રહે,અસાલ-ભિલોડા) અને અન્ય કારમાં બેઠેલા અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!