39 C
Ahmedabad
Sunday, April 28, 2024

ખિસકોલી અને માણસની અનોખી મિત્રતા,એમના હાથે જ ખાવાનું અને એક અવાજે હાજર


મન સાફ હોય તો વફાદાર મિત્રતા મળી જ જાય છે, પછી તે વ્યક્તિ સાથે હોય કે પશુ – પક્ષી સાથે. નિર્દોષ અને નિ: સ્વાર્થ મિત્રતા દરેક વ્યક્તિને મળતી નથી,પરંતુ તે એક ગિફ્ટ સમાન છે. આપણે ઘણી વખત એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથેની ગાઢ મિત્રતાના ઉદાહરણો જોયા છે.તેની ઉપર આપણે કોઈ વ્યક્તિની પશુ – પક્ષી સાથેની મિત્રતા જોઈએ ત્યારે અચૂક આશ્ર્વર્ય પમાડે છે.એવી જ અનોખી મિત્રતા એક જીવદયાપ્રેમી અને ખિસકોલી વચ્ચે છે.તે વ્યક્તિ બૂમ પાડી ખિસકોલીને બોલાવે એટલે તે ગમે ત્યાં હોય તેની પાસે દોડી આવે અને તેની સાથે રમવા લાગે છે.

Advertisement

ખિસકોલી અને વ્યક્તિની આ મિત્રતા ની વાત હિંમતનગર તાલુકાના પેઢમાલાના જીવદયા પ્રેમી કવિતાબેન ઝાલા ની છે.આ કારણે જ તે સમગ્ર વિસ્તારમાં આકર્ષણની સાથે ચર્ચામાં રહે છે.કવિતાબેન નો અવાજ સાંભળતા જ ખિસકોલી ઝાડ પરથી દોડીને તેની પાસે આવી જાય છે.તે કવિતાબેન ના હાથ પર બેસીને મસ્તી કરે છે અને તેની શરીર પર ફરીને વ્હાલ કરે છે.કવિતા બેન તેને ખવડાવે છે.આ મિત્રતા જ તેમની ઓળખ પણ બની રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!