29 C
Ahmedabad
Thursday, March 28, 2024

ઈસુદાન ગઢવી પર ટ્વીટને લઇને થયેલી ફરિયાદ રદ્દ કરવાની માંગ સાથે અરવલ્લી કલેક્ટરને આવેદન પત્ર


ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી પ્રમુખ ઈસુદાન ગઢવી પર થયેલ પોલિસ ફરિયાદ રદ્દ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવીએ પી.એમ નરેન્દ્ર મોદી ની મનકી બાત ના 100માં એપીસોડ પછી કરેલ ટ્વીટ ને આધાર બનાવી ઇસુદાન ગઢવી સામે અલગ અલગ કલમો લગાવી એફ.આઈ.આર કરવામાં આવી છે, જેને લઇને આમ આદમી પાર્ટીના આગેવાનો નારાજ છે અને વિરોધ કરી રહ્યા છે.

Advertisement

આમ આદમી પાર્ટી નું કહેવું છે કે, નાગરિકોના વાણી અને સ્વાતતંત્ર્ય ને રોકવા માટે ખોટી રીતે દાખલ કરતી એફ.આઈ.આર. કરવામાં આવી છે, તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં હમણાં હમણાં સાચા ગુનાઓમાં ભોગ બનનારની ફરિયાદ લેવામાં પોલીસ ટાળમટાળી કરે છે અને બંધારણે બક્ષેલા, નાગરિકોના વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિના અધિકારો ઉપર તરાપ મારતી ફરિયાદો તાત્કાલિક નોંધે છે.

Advertisement

આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ઉપર ટ્વીટને આધાર બનાવી સાઇબર ક્રાઇમમાં દાખલ કરવામાં આવેલી કરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે અને પોલીસને અધિકારીક સૂચના આપવામાં આવે કે નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરે અને ખરેખર ગુનાહિત કૃત્યો થયા હોય એવા બનાવોમાં કોઈ પણ ચમરબંધી હોય તો પણ પરવા કર્યા વગર જવાબદારો સામે ગુના દાખલ કરી કાર્યવાહી કરવાની હિમ્મત દાખવે.

Advertisement

આમ આદમી પાર્ટીના આગેવાનોએ અરવલ્લી જિલ્લા ના કલેકટર દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી ને આવેદનપત્ર દ્વારા રજૂઆત કરી હતી, જેમાં આમ આદમી પાર્ટી ના પ્રદેશના સહ મંત્રી જયદિપસિહ ચૌહાણ, જીલ્લા માયનોરેટી પ્રમુખ ઉસ્માનલાલા, મહીલા મોરચા ના લક્ષ્મીબેન પંડ્યા, આશિષ ઝાલા ગરીશ ઢુસા, પટેલ વિજય, આઇ.એમ પંડ્યા, વિજયભાઈ તથા આપ ના કાર્યકર્તાઓ જોડાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!