29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ભિલોડા પોલીસે બાઈક ચોરી અને બાઈક બેટરી ચોરી કરતા ચોરને...

અરવલ્લી : ભિલોડા પોલીસે બાઈક ચોરી અને બાઈક બેટરી ચોરી કરતા ચોરને દબોચ્યો, બાઈક ચાલક ચોર ઝાડી-ઝાંખરામાં ફરાર

0
147

ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી અને બાઈક ચોરીની ઘટનાઓમાં વધારો થતા પોલીસે નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવતા સફળતા મળી હતી ભિલોડા પોલીસે ભેટાલી થી વસઈ ગામ તરફ બાઈક પર કોથળો મૂકી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા બે શખ્સો ને અટકાવવાનો પ્રયાસ કરતા બંને શખ્સો બાઈક હંકારી રોડ પર મૂકી ઝાડી-ઝાંખરામાં દોટ લગાવતા પોલીસે એક આરોપીને દબોચી લઇ ચોરીની બાઈક અને બે બાઈક બેટરી મુદ્દામાલ જપ્ત કરી ફરાર ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

ભિલોડા પીઆઈ એચ.પી.ગરાસીયાના માર્ગદર્શન હેઠળ પોલીસે ચોરીની ઘટનાઓ અટકાવવા પેટ્રોલીંગ હાથધરતા ભેટાલી થી વસઈ ગામ તરફ બાઈક લઇ આવતા બે શંકાસ્પદ શખ્સને અટકાવતા બંને ચોરી બાઈક મૂકી ઝાડી-ઝાંખરામાં નાસી છૂટતા પોલીસે બાઈક પાછળ કોથાળામાં ચોરીની બેટરી સાથે બેઠેલા વિક્રમ સોમાજી સડાત (રહે,જેરવધરી(ભાંખરા), વિજયનગર, સાબરકાંઠા) ને દબોચી લઇ ચોરી કરેલ મોટર સાયકલ અને બે બેટરી મળી રૂ.39000/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બાઈક ચાલક ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!