33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ટીંટોઈ પોલીસનો સપાટો, ઇકો કારમાંથી 1.48 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો,...

અરવલ્લી : ટીંટોઈ પોલીસનો સપાટો, ઇકો કારમાંથી 1.48 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, છારા નગરમાં ત્રાટકી દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ

0
157

 

અરવલ્લી એસપી સંજય ખરાત અને ડીવાયએસપી કે.જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવનીર્મિત ટીંટોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ કોમલ રાઠોડે તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દેશી- વિદેશી દારૂના વેપલો કરતા અને હેરાફેરી કરતા બુટલેગરો શખ્ત કાર્યવાહી હાથધરી છે ખેરંચા ગામની સીમમાંથી ઇકો કારમાંથી 1.48 લાખનો શરાબ જપ્ત કર્યો હતો દેશી દારૂના ગૃહ ઉદ્યોગ તરીકે નામચીન બનેલ જીવણપુર (છારા નગર) માં ત્રાટકી ચાર બુટલેગરોના ઘરેથી દેશી દારૂ, દારૂનો વોશ અને સામગ્રી જપ્ત કરી બુટલેગરોની ભઠ્ઠીઓ તોડી નાખી હતી પોલીસ ત્રાટકતા બુટલેગરો ફરાર થઇ ગયા હતા

ટીંટોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમે બુધવારે વહેલી સવારે દેશી દારૂના ગૃહ ઉદ્યોગ તરીકે જાણીતા જીવણપુર (છારાનગર) માં ત્રાટકતા બુટેલગારોમાં અફડાતફડી મચી હતી ટીંટોઈ પોલીસે પિયુષ ભોપાલ છારાના ઘરેથી દેશી દારૂ-25 લીટર, સંજજુ રણજીત છારાના ઘર આગળથી દેશી દારૂ ગાળવાનો મહુડાનો વોશ 300 લીટર,મુકેશ મોહન છારાના ઘર આગળથી 400 લીટર મહુડાનો વોશ અને દેશી દારૂ ગાળવાનો વોશ 250 લીટર જપ્ત કરી કુલ.રૂ.2060/-નો મુદામાલ કબ્જે કરી ફરાર ચારે બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

ટીંટોઈ પોલીસે ખેરંચા નજીક નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા વિદેશી દારૂ ભરી પસાર થતી ઇકો કાર ચાલક બુટલેગર રોડ પર ઇકો મૂકી ફરાર થઇ જતા પોલીસે ઇકો કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂના ક્વાટર નંગ-991 કીં.રૂ.148650/- તેમજ કાર મળી કુલ રૂ.3.48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!