33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસા રોહિત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો 

મોડાસા રોહિત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો 

0
336

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મોડાસીયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળની રજત જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે મોડાસા કોલેજમાં આવેલ ભામાશા હોલમાં સન્માન સમારંભ યોજાઓ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલા જે જે મેવાડા નિવૃત્ત ડી વાય એસ પી એ વ્યસન , કુરિવાજ અને અંધશ્રદ્ધા મુક્ત થઇ શિક્ષણ તરફ વળવા પર ભાર મૂકી દીકરીઓના શિક્ષણ માટે માતબર દાન જાહેર કર્યું.નિવૃત્ત ડી વાય એસ પી જે આર દેસાઈએ ઉદ્દઘાટક તરીકે હાજર રહી મહેમાનોની સાથે ઉદ્ધઘાટન કરીને શિક્ષણની વાત કરી હતી બીજા ધોરણમાં ભણતો નાનો બાળક પત્રકાર પિયુષ કુમારનો છોકરો પુરવ કુંદનભાઈ મામલતદારને બંધારણ આપી અને સમાજની અંદર જે કુટેવો ચાલી રહી છે તેના વિશે વાત કરી હતી

આ પ્રસંગે મહેમાનોએ સમાજના 275 વિદ્યાર્થીઓ ,કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને શાલ ,બુકે , મોમેન્ટો ,ચોપડા અને સર્ટિફિકેટ વગેરે આપીને સન્માનિત કર્યા હતા .મોડાસીયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળના પ્રમુખ ડૉ . એચ .કે .સોલંકીને ગુજરાત રાજ્યનો ગૌરવ શાલી ડૉ આંબેડકર એવોર્ડ મળવા બદલ સમાજ રત્ન એવોર્ડ આપી સમાજે સન્માન કર્યા મામલતદાર કુંદન વાઘેલા અને એન.એસ . ચંદ્રારાવે તેમજ ધનસુરા રોહિત સમાજના પ્રમુખ જે એસ પ્રિયદર્શી હાજર રહીને વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા

સમાજમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ પધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો . મંત્રી જે ડી પરમારે સમગ્ર વ્યવસ્થા જાળવી હતી . કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ આર એન પરમારે સફળ કર્યું હતું . આભાર વિધિ મંડળના ઉપ પ્રમુખ બી ડી બેન્કરે કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!