33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત બાયડ શહેરની વર્ષો જૂની સમસ્યા અને વર્ષો જૂના પ્રશ્નનો ઉકેલ ક્યારે? :...

બાયડ શહેરની વર્ષો જૂની સમસ્યા અને વર્ષો જૂના પ્રશ્નનો ઉકેલ ક્યારે? : આડેધડ પાર્કિંગ, દબાણોના કારણે હાલાકી વધી

0
151

બાયડ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ચક્કાજામની સમસ્યાના ઉકેલ માટે ઝૂંબેશ હાથ ધરાય તેવી માંગણી

બાયડ શહેરમાં સ્ટેટ બેંક તેમજ બેંક ઓફ ઈન્ડીયા પાસે થતું ટ્રાફિકનો અંત ક્યારે ?

બાયડ : બાયડ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકજામની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ત્યારે બાયડ શહેરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા પાસે તેમજ બેંક ઓફ બરોડા પાસે આડેધડ ચાલતા વાહનો અને પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યા વધુ વકરી જવા પામી છે. અધૂરામાં પૂરું વેપારીઓ દ્વારા દબાણ કરતા રાહદારીઓને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓને સામનો કરવો પડે છે.

બાયડ મુખ્યબજારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનનો( ટ્રક) (ડમ્પર) તેમજ થ્રી અને ફોર વ્હીલર જેવા વાહનોની અવર જવર વધી જતા ચક્કાજામની સમસ્યા વકરી જવા પામી છે.

જેના કારણે બાયડના રાહદારીઓ નગરજનો વાહન ચાલકો વેપારીઓને ભારે મુસીબતમાં મુકાવાનો વારો આવ્યો છે.
બાયડ તાલુકાના આશરે 124 ગામના લોકોની ખરીદી કરવા બાયડમાં આવતા હોવાથી બજારમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવા ભરચક માહોલમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરીને બજારમાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોની એસૈતેસી કરી બજાર માં આડેધડ પાર્કિંગ કરતા ઘણીવાર તો કલાકો સુધી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે.

મળતી માહિતી મુજબ બાયડના જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે બાયડની બેંક ઓફ બરોડા તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેંકમાં કામકાજ અર્થે જતા નાગરિકોને રોડ પર બેસેલા શાકભાજીના લારી ગલ્લાવાળાઓ લુખી દાદાગીરી કરવામાં આવે છે તેવા કિસ્સા અવર નવર સામે આવતા રહે છે બાયડના જાગૃત નાગરિક દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે સ્ટેટ બેંકમાં જતા રસ્તામાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણ કરીને બેસી ગયેલા શાકભાજીની લારી ગલ્લાવાળાઓ સામે બાયડ નગરપાલિકા તેમજ બાયડ પોલીસ દ્ધારા એક્શન લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે યોગ્ય અને કડક કાર્યવાહી નહિ કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત અને લેખિત ફરિયાદ કરવામાં આવશે તેવું જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!