33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે કપડવંજના જગદીશ સોનીને દબોચ્યો ,છેલ્લા બે વર્ષથી...

અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે કપડવંજના જગદીશ સોનીને દબોચ્યો ,છેલ્લા બે વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં ફરાર હતો,મોડાસામાં ફરતો મળ્યો

0
154

અરવલ્લી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા દોડાદોડી કરી રહી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી મોડાસા શહેરમાં હોવાની બાતમી મળતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી પેરોલ ફર્લો ટીમના પીએસઆઈ બી.કે.ભુનાતર અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓને
ઝડપી પાડવા પેટ્રોલીંગ હાથધરી વોચ ગોઠવી બાતમીદારો સક્રિય કરતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં બે વર્ષ અગાઉ ઘરફોડ ચોરીના ગુન્હાનો આરોપી જગદીશ હસમુખ સોની (રહે,રંગીલાપોળ,કપડવંજ-ખેડા) મોડાસા હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી સ્થળે પહોંચી જગદીશ સોનીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી છેલ્લા બે વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી જગદીશ સોની મોડાસા શહેરમાં ફરતો હતોને ઝડપી લેતા આરોપીના મોતિયા મરી ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!