33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં તલાટીની પરીક્ષા સંપન્ન, કેમેરામાં ફેસ અને રીસિપ્ટ બતાવી અપાયો પ્રવેશ

અરવલ્લી જિલ્લામાં તલાટીની પરીક્ષા સંપન્ન, કેમેરામાં ફેસ અને રીસિપ્ટ બતાવી અપાયો પ્રવેશ

0
197

સમગ્ર ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળની તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં પણ 47 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા. અરવલ્લી જિલ્લામાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સહિતના જિલ્લાઓમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા. આ માટે એસ. ટી. બસ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

તલાટી ની પરીક્ષા ને લઈને અરવલ્લી જિલ્લામાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી પરીક્ષાર્થીઓ આવી પહોંચ્યા. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પંચાયત તેમજ પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે… કોઈપણ પરીક્ષાથી અને હાલાકી ન પડે તે માટે બસ વ્યવસ્થા સહિતની અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરીક્ષામાં ગેરરીતિ અને ડમીકાંડને ડામવા માટે આ વખતે ફેસ ટ્રેડિંગની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે… અરવલ્લી જિલ્લાના 47 કેન્દ્રો પર 15090 ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા છે તો અરવલ્લી જિલ્લાના 25,500 જેટલા ઉમેદવારો અન્ય જિલ્લાઓમાં પરીક્ષા આપવા માટે ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!