29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પરિવારજનો સહીત ગામલોકો બૂમ પાડી ઉઠ્યા….હે ભગવાન : યુવક લગ્નમાં વરઘોડામાં નાચતો...

પરિવારજનો સહીત ગામલોકો બૂમ પાડી ઉઠ્યા….હે ભગવાન : યુવક લગ્નમાં વરઘોડામાં નાચતો હતો અચાનક ગુમ થયો લાશ કુવામાંથી મળી

0
183

મોડાસા તાલુકાના મેઢાસણ દેવીપુરા ગામનો યુવક ગામમાં લગ્ન પ્રસંગ માંથી ગુમ થયા ના બે દિવસ પછી ઘર નજીક કુવામાંથી લાશ મળતા હત્યા આત્મહત્યા કે આકસ્મિક મોત તરહ તરહની ચર્ચા

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના દેવીપુરા ગામમાં લગ્ન હોવાથી વરઘોડામાં ગયેલો યુવક અચાનક ગુમ થઇ ગયો હતો વરઘોડા માંથી યુવક ઘરે પરત ફરતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી યુવકનો કોઈ અત્તોપત્તો નહીં મળતા પરિવારજનોએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં યુવકના ગુમ થવા અંગે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી બે દિવસ પછી ગુમ યુવકનો મૃતદેહ ઘર નજીક કુવામાંથી મળી આવતા પરિવારજનો સહીત ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, મેઢાસણ નજીક દેવીપુરા ગામમાં રહેતો વિપુલ તરાર નામનો યુવક ગામમાં લગ્નપ્રસંગ હોવાથી વરઘોડામાં ગયો હતો વરઘોડામાં ગયેલો યુવક ઘરે પરત નહીં ફરતા પરિવારજનો સહીત યુવકના મિત્રોએ શોધખોળ હાથધરી હતી ગુમ યુવકની લાશ ગામમાં કુવામાં તરત હોવાની પરિવારજનો અને ગામલોકોને જાણ થતા સ્થળ પર પહોંચી યુવકનો મૃતદેહ જોઈ પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી ગુમ યુવકની બે દિવસ પછી કુવામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

વિપુલ તરાર નામના ગુમ યુવકની લાશ બે દિવસ પછી ગામના કુવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા યુવકની હત્યા, આત્મહત્યા કે પછી આકસ્મિક મોત અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે લગ્નમાં ગયેલા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!