33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લીઃ બાયડ તાલુકાના બોરોલ ગામની મહિલાનું એક્ટિવા પરથી નીચે પટકાતાં મોત

અરવલ્લીઃ બાયડ તાલુકાના બોરોલ ગામની મહિલાનું એક્ટિવા પરથી નીચે પટકાતાં મોત

0
205

 

બાયડ તાલુકાના બોરોલ ગામની મહિલા કપડવંજથી પરત આવી રહ્યા હતા ત્યારે એકટીવા પરથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું.

વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના બોરોલ ગામના વતની એવા ભાવનાબેન ધર્મેન્દ્રભાઈ બારોટ કપડવંજમાં નવું મકાન રાખ્યું હોવાથી ત્યાં રહેવા માટે કુંભ સ્થાપન વિધિ કરી પરત આવી રહ્યા હતા ત્યારે મોડાસા નડિયાદ હાઇવે પર આલમપુરા પાટિયા પાસે એક્ટિવા પરથી નીચે પટકાઈ જતાં મોત નિપજવા પામ્યું હતું. અકસ્માતનો ભોગ બનનાર મહિલા ભાવનાબેન બોરોલ ખાતે આંગણવાડીમાં ફરજ બજાવતા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!