33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મિત્રના લગ્ન પ્રસંગમાં પાર્ટી કરવા આઈ-20 કારમાં બિયર ટીન લઇ...

અરવલ્લી : મિત્રના લગ્ન પ્રસંગમાં પાર્ટી કરવા આઈ-20 કારમાં બિયર ટીન લઇ નીકળેલા ત્રણ મિત્રોને ઇસરી પોલીસ દબોચી લીધા 

0
180

 

મિત્રના ઘરે લગ્નપ્રસંગમાં પાર્ટી કરવા બિયર ટીન લઈને નીકળેલ ત્રણે લવરમુછિયા યુવકોને જેલની હવા ખાવાની નોબત આવી હતી

ગાંધીના ગુજરાતમાં લગ્નપ્રસંગ અને તહેવારોમાં વિદેશી દારૂની રેલમછેલ થતી હોવાની સાથે દારૂના શોખીનો લગ્નપ્રસંગ અને તહેવારની રંગીન ઉજવણી કરી મદમસ્ત બનતા હોય છે ઇસરી પોલીસે ઓઢા ગામ નજીક આઈ-20 કારમાં ત્રણ મિત્રોને 20 બિયર ટીન સાથે દબોચી લેતા ત્રણે મિત્રોના હોશ ઉડી ગયા હતા પ્રાથમિક પૂછપરછમાં ત્રણે મિત્રો અન્ય મિત્રના ઘરે લગ્નપ્રસંગ હોવાથી પીવા માટે લઇ જતા હોવાનું જણાવ્યું હતું

 

ઇસરી પોલીસે ઓઢા ગામ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતા એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી આઈ-20 કારને અટકાવી તલાસી લેતા કારની ડેકીમાંથી 20 કિંગફિશર બિયરના ટીન મળી આવતા પોલીસે ત્રણ હજાર રૂપિયાનો દારૂ કબ્જે કરી કાર ચાલક જયદીપસિંહ ઉર્ફે જીતેન્દ્ર અભેસિંહ રાઠોડ (રહે,કૂણોલ-લાલપુર-મેઘરજ), તેના મિત્ર સચીનસિંહ પ્રવિણસિંહ ચૌહાણ (રહે,દરબાર ફળી,વક્તાપુર,તા-તલોદ, સાબરકાંઠા) અને ધવલ વલ્લભ ભાઈ સુવેરા (રહે,ઝેરીયાવાડા-મેઘરજ) ને દબોચી લઇ વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ.4.03 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!