33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ભિલોડા આર.જે.તન્ના પ્રેરણા મંદિરમાં ખેલે ગુજરાત સમર કેમ્પ નું સમાપન યોજાયું 

ભિલોડા આર.જે.તન્ના પ્રેરણા મંદિરમાં ખેલે ગુજરાત સમર કેમ્પ નું સમાપન યોજાયું 

0
635

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત અર્બુદા સેવા સંધ સંચાલિત માતૃશ્રી આર.જે.તન્ના પ્રેરણા મંદિર વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને અરવલ્લી જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ધ્વારા ખેલે ગુજરાત સમર કેમ્પ નું દસ દિવસીય કેમ્પ આયોજન કર્યું હતું.તાલુકા કક્ષાની જુડો,હેન્ડબોલ બે રમતોનું આયોજન કર્યું હતું.રમતને અનુરૂપ સ્પોર્ટ્સ કિટ્સ,ટી-શર્ટ તેમજ નાસ્તાનું આયોજન કર્યું હતું.કેમ્પના સમાપન સમારોહ પ્રસંગે આચાર્ય રમણભાઈ કે.પટેલએ જણાવ્યું કે,વેકેશન દરમિયાન મોટાભાગના વિદ્યાર્થીઓ,શિક્ષકો પ્રવાસનું આયોજન કરતા હોય પરંતુ આ શાળામાં વેકેશનના સમયમાં પણ બંને રમતોમાં ખેલાડીઓ ઉત્સાહભેર જોડાઈને ભાગ લઈ રહ્યા છે.શિક્ષકો,કોચ પણ સમયસર હાજર રહી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.શાળાના ખેલાડીઓ નેશનલ લેવલ સુધી પહોંચે છે.અર્બુદા સેવા સંધ,સંચાલક દામુભાઈ પી.પટેલએ રમત-ગમત સાથે સંકળાયેલ ખેલાડીઓ,કોચ સહિત શિક્ષકોને બિરદાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!