31 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી: મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ ખાતે સમર આર્ટ કેમ્પ, વિદ્યાર્થીઓએ વેસ્ટ આઈટમ પર ‘કળા કંડારી’


હાલ શાળાઓમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકો માટે આર્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો.. અરવલ્લીના મોડાસાની શ્રી. સી. જી. બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ખાતે આર્ટ કેમ્પ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ પેઈન્ટિંગ શિખવવામાં આવી રહી છે. આર્ટ કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા છે. વિદ્યાર્થીઓને શાળામાં પેન્સિલ સ્કેચિંગ, પેન્સિલ શેડિંગ, પોસ્ટર કલર પેઈન્ટિંગ, વરલી આર્ટ, બોટલ ડેકોરેશન, કેનવાસ પેઇન્ટિંગ ડેમો શિખવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓએ વેસ્ટ ચીજવસ્તુઓ પર પેઈન્ટિંગ બનાવીને ઘરના સુશોભન માટેની આઈટમ તૈયાર કરી હતી. આર્ટ કેમ્પમાં મોડાસા શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Advertisement

જુઓ વિદ્યાર્થીઓની પેઇન્ટિંગ કળા

Advertisement

ડ્રોઈંગ શિક્ષક કિરણ પૂજારા દ્વારા વિદ્યાર્થીઓને આર્ટની તાલિમ આપવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓમાં રહેલી આર્ટ પ્રત્યેની કળા બહાર આવી શકે. મોડાસાની શ્રી. સી. જી. બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ખાતે આયોજિત કરાયેલા આર્ટ કેમ્પનું નિરીક્ષણ કરવા માટે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ, શાળાના આચાર્યો સહિત શિક્ષકોએ પણ આર્ટ કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!