1993ના મુંબઈ બ્લાસ્ટ પછી ફિલ્મી અભિનેતા સંજય દત્ત જીવનમાં અલગ અલગ વળાંક આવ્યા હતા 1994માં સંજયદત્તની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી તેના દાઉદ ઇબ્રાહિમ અને અબુ સાલેમ સાથે સંપર્ક હોવાની સાથે ગેરકાયદેસર હથિયાર રાખવાનો અને આર્મ્સ એક્ટનો ભંગ કરવાનો આરોપ લાગ્યો હતો જેના પગલે સંજય દત્તને જેલના સળિયા પાછળ ધકેલાતા સંજય દત્તની ફિલ્મી કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો હોવાની ચર્ચા વચ્ચે સંજય દત્ત જેલમાંથી રિહા થયા પછી તેની ફિલ્મી કારકિર્દીને પાટા પર ચઢાવવા વાસ્તવ ફિલ્મ સંજીવની રૂપ સાબિત થઇ હતી આ ફિલ્મમાં સંજય દત્ત અને તેના મિત્રો પાંવભાજીની લારી ચલાવતા હોવાનું અને ફ્રેક્ચર ગેંગના પંડ્યા બ્રધર્સ પાંવભાજીની લારી પર પાંવભાજી ખાવા આવ્યા બાદ ડેઢ ફૂટિયા સાથે માથાકૂટ કરી બંદૂક તાણતા સંજય દત્ત ભાજીનો તવો પંડ્યા બ્રધર્સના ભાઈને માથામાં મારી દેતા મોત થતા સમગ્ર વિસ્તારમાં ભારે હોહા મચી હતી આવું જ દ્રશ્ય મોડાસા શહેરમાં સર્જાયું હતું જેમાં પાવભાજીના લારીના સંચાલક પર વાસ્તવ ફિલ્મનો સંજય દત્ત સવાર થયો હોય તેમ એક્સ્ટ્રા પાવ માંગતા માથાના ભાગે ચપ્પુ ઝીંકી દેતા ફિલ્મી દ્રશ્ય સર્જાયું હોવાનું એક વ્યક્તિએ જણાવ્યું હતું
મોડાસા શહેરમાં મેઘરજ રોડ પર આવેલ ભેરૂનાથ પાવભાજીની લારી પર શુક્રવારે રાત્રીના 9 વાગ્યાના સુમારે કૌશિક દેવેન્દ્રસિંહ રાઠોડ તેના મિત્ર સાથે પાવભાજીનું પાર્સલ લેવા ગયો હતો પાવભાજીનું પાર્સલ લીધા પછી પૈસાથી વધુ પાવ માંગતા પાવભાજીના સંચાલક લાદુભાઇ મધુજી લુહારે એકસ્ટ્રા પાવના ત્રણસો રૂપિયા માંગતા કૌશિક રાઠોડે આટલા બધા રૂપિયા ના હોય કહી રકજક કરતા સંચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેના હાથમાં રહેલુ ચપ્પુ કૌશિક રાઠોડના માથાના પાછળના ભાગે મારી દેતા ગ્રાહક લોહીલુહાણ બન્યો હતો અને ત્યાર બાદ બંને વચ્ચે મારામારી થયા બાદ ગ્રાહક અને તેના મિત્રોએ પાવભાજીની લારી ઉથલાવી દેતા ભારે અફડાતફડી મચી હતી ગ્રાહકોમાં નાસભાગ મચતા વાસ્તવ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા ટાઉન પોલીસે કૌશિક દેવેન્દ્રસિંહ રાઠોડની ફરિયાદના આધારે ભેરુનાથ પાવભાજીના સંચાલક લાદુભાઇ મધુજી લુહાર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી