38 C
Ahmedabad
Thursday, April 25, 2024

જલંધર લોકસભા સીટ પર આપ ની જીત થતાં મોડાસામાં ઉજવણી


કર્ણાટકમાં વિધાનસાભીન ચૂંટણીના પરીણામો સાથે પેટા ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા છે, જેમાં પંજાબ બેઠક પર આપ ના ઉમેદવારની ભવ્ય જીત થતાં અરવલ્લી જિલ્લામાં જીતનો જશ્ન મનાવાયો હતો.

Advertisement

પંજાબમાં જલંધર લોકસભાની સીટ પર આમ આદમી પાર્ટીની પેટા ચૂંટણીમાં જીત થતાં અરવલ્લીના મોડાસામાં જશ્ન મનાવાયો હતો. પંજાબના જલંધર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુશીલ કુમાર રીન્કુ અને કોંગ્રેસના ઉમેદવાર કર્મજીત સિંગ કોર મુખ્ય હરીફ હતા અને જલંદર ની લોકસભાની સીટ એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. જલંધર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુશીલ કુમાર રીન્કુ જંગી બહુમતીથી વિજય હાસિલ કરી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને 58,691 જંગી મતોથી હાર આપી કોંગ્રેસના ઉમેદવાર કરમજિત સિંગની ડીપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હોવાનું આપ ના આગેવાનોએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીએ પંજાબના જલંધરની લોકસભા બેઠકમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં જીતથી સંસદમાં પોતાની એન્ટ્રીની શરૂઆત કરી દીધી છે.

Advertisement

પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં હવે 2024 ની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવાની રણનીતિ તૈયારી કરી દીધી હોય તેવું લાગે છે. પંજાબની જલંધર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થતાં અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોર અરવલ્લી જિલ્લામાં પ્રમુખ ઉસ્માન લાલા વાઇસ પ્રેસિડન્ટ વિજય વકીલ અને અન્ય કાર્યકર્તાઓએ જીતનો જશ્ન મનાવ્યો હતો અને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં માયનોરિટી સેલના પ્રમુખ ઉસ્માનભાઈ લાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!