36 C
Ahmedabad
Sunday, May 5, 2024

પંચમહાલ: શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા આવેલા કેટલાક તળાવોમાં પાણી સુકાઈ જતા  પશુપાલકોની હાલત કફોડી  


પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલા ગ્રામીણ વિસ્તારોના કેટલાક  તળાવો જ ખાલીખમ ભાસી રહ્યા છે.જેના કારણે આસપાસના પાણીના જળસ્ત્રોતો પણ પાણીનું સ્તર ઘટી ગયું છે,આ તળાવોમા પાણી ઘટી જવાને કારણે ખાસ કરીને પશુપંખીઓને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પાણી શોધવા માટે આમતેમ ભટકવુ પડે છે. જ્યા પાણીની વ્યવસ્થા નથી ત્યા ખેડુતો પણ ઉનાળામા ખેતીકામ કરવાનુ ટાળી રહ્યા છે. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમા આવેલા કેટલાક તળાવો સુકાઈ જવાથી  ખાલીખમ ભાસી રહ્યા છે.તળાવો સુકાઈ જવાને કારણે પોતાની તરસ છીંપાવા  માટે મુંગાપશુપંખીઓને પણ આમતેમ  ભટકવાનો વારો આવી રહ્યો છે.

Advertisement

તાલુકા ગ્રામીણ વિસ્તારોમાં ઘણા એવા તળાવો આવેલા છે.ખાસ કરીને મોટા તળાવોમાં પાણી વધારે હોવાથી ત્યા કોઈ સમસ્યા ઉદભવે તેમ નથી.બીજીબાજુ વરસાદ ઓછો પડવાથી પણ આ પરિસ્થીતી ઉદભવી છે તેમ કહી શકાય.તળાવો ખાલી થવાને કારણે આસપાસના વિસ્તારોમા આવેલા કુવાઓ અને તળાવોમા પણ પાણીના તળ નીચા જોવા મળી રહ્યા છે.પાણી ઓછુ થઈ જવાને કારણે પશુપંખીઓને હાલમા તળાવોમા જે ખાડાઓમા પાણી બચ્યુ છે,તેમાથી પાણી પીવાનો વારો આવી રહ્યો છે.આમ શહેરા તાલુકામા આવેલા કેટલાક તળાવોમાં પાણી સુકાઈ જતા  તેમજ તળાવની આસપાસ ખેડુતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતા હોવાથી પાણીનો વપરાશ થવાથી ખાલી થઈ ગયુ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!