અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી વાહન હંકારતા હોવાથી છાસવારે અકસ્માતની ઘટનાઓ બની રહી છે મોડાસા શહેરના બાયપાસ રોડ પર ત્રણ કાર એક સાથે ભટકતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઈકો કારના ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકજામ પૂર્વરત કરાવ્યો હતો
મોડાસા ના બાયપાસ રોડ પરની યુનિટી હોસ્પિટલ પાસે બે કાર અને વાન વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં વાન ચાલક ને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે ઘટના સથળે લોકોના ઉમટી પડ્યા હતા અકસ્માત ધડાકાભેર થતા લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા સદ્નસીબે જાનહાની ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો