સરકાર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લાખો રૂપિયા ખર્ચીને જાહેરાતો માટેના હોડીંગ્સ બનાવતી હોય છે પરંતુ જયારે જાહેરાતો ના હોડીંગ્સ લગાવ્યા બાદ ફરીથી તંત્ર તેની દેખરેખ માટે નિષ્ક્રિય બની જતી હોય છે તેવો જાગતો અને જાહેરાત નો પુરાવો સામે આવ્યો છે
પોલીસ તંત્ર દ્વારા સીટબેલ્ટ થી લઈને ટ્રાફિક તેમજ હેલ્મેટ સુધીના તમામ જાહેર જનતા માટે જાગૃતિ લાવવા વિવિધ વિસ્તારમાં હોડીંગ્સ લગાવામાં આવ્યા છે જેમાં અરવલ્લી જિલ્લામાં પણ કામગીરી થઇ હતી અને કેટલાક વિસ્તારમાં આ હોડીંગ્સ લગાવામાં આવ્યા હતા જેમાં છેલ્લા એક મહિનાથી મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલ્લાંવાડા ગામ ખાતે નદીની બાજુમાં રામદેવ આશ્રમ પાસે જનજાગૃતિ અંતર્ગત હોડીંગ્સ લગાવામાં આવ્યું હતું પરંતુ વાવાઝોડાના કારણે આ હોડીંગ્સ ધરાશય થયું હતું. પરંતુ નવાઈ ની વાત એ છે કે હોડીંગ્સ ધરાશય થયાનો એક મહિનો વીતવા આવ્યો છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા આ હોડીંગ્સ ને જે તે સ્થિતિમાં જ રહેવા દેવામાં આવ્યું છે ધરાશય થયેલ હોડીંગ્સ જે તે સ્થિતિમાં જમીનદોસ્ત છે જાણે તંત્ર ને આ હોડીંગ્સ હટાવવામાં રસ ના હોય તેવું લાગી રહયું છે શું તંત્ર પાસે એક મહિનાથી ટાઈમ નથી કે શું..?જેમાં તંત્ર દ્વારા લગાવામાં આવેલ સમજ સૂચક હેડિંગ્સ ને ઉભું કરવા કોઈ તૈયાર જ નથી તેવું ધ્રશ્યો ને આધારે જાણી શકાય છે ત્યારે સરકારના પૈસા જાણે કે પાણીમાં ગયા હોય તો નવાઈ નહિ તેવું ધરાશય થયેલ હોડીંગ્સ ને આધારે જાણી શકાય છે પછી લોકોમાં જાગૃતતા ક્યાંથી આવી શકે
શું આ રીતે લોકોમાં આવશે જાગૃતતા ત્યારે જે તે જવાબદાર તંત્ર આ હોડીંગ્સ ને સરખું કરે તેવી હાલ તો માંગ સેવાઈ રહી છે