31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home Politics & Current Affairs જગદીશ ઠાકોરનું નિવેદન પાટિલ કહે છે મારે કોંગ્રેસમાંથી કોઈ જોઈતું નથી, આ...

જગદીશ ઠાકોરનું નિવેદન પાટિલ કહે છે મારે કોંગ્રેસમાંથી કોઈ જોઈતું નથી, આ તો થૂંકી ને ચાટવા જેવી વાત

0

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, પાટીલ કહે છે કે, મારે એક પણ કોંગ્રેસમાંથી નેતા, કાર્યકર્તા જોઈતા નથી. ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું. ગુજરાતમાં કહેવત છે એ પ્રમાણે થૂંકીને ચાટે એવી વાત છે. તેમને આ નિવેદન અત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની ચર્ચા એ જોર પકડ્યું છે એ બાબતમાં તેમને પોતાનુ આ નિવેદન આપી બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાત કોંગ્રેસના નેતાઓની ગઈકાલે દિલ્હીમાં બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં પ્રદેશ પ્રમુખ, જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા સહિતના નેતાઓની બેઠક રાહુલ ગાંધી સાથે યોજવામાં આવે હતી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ઉપરોક્ત વાત કહી હતી.
બીજેપી કોંગ્રેસને તોડી રહી છે એક પછી એક નેતાઓ કાર્યકર્તાઓ બીજેપી માં જોડાઈ રહ્યા છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં 10 ધારાસભ્યો જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. ખાસ કરીને આ વિધાન તેમને ત્યારે કહ્યું જ્યારે રાજકોટની અંદર પ્રભુત્વ કોંગ્રેસની કેટલીક સીટો પર છે ત્યારે બીજેપી દ્વારા સૌરાષ્ટ્ર પર નજર નાખવામાં આવી રહી છે. અગાઉ 2017આ બીજેપી ને સૌરાષ્ટ્રમાં ફટકો પડ્યાે હતો. સાૈરાષ્ટ્રમાં ભાજપે ચૂંટણી અગાઉ કવાયત હાથ ધરી છે. ભાજપે અત્યારથી વેલકમ નીતીની આ વ્યૂહરચના ઘડવામાં આવી છે. જેથી કોંગ્રેસમાં પણ આ ચિંતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!