38 C
Ahmedabad
Thursday, May 2, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં આવશે, 300 કરોડના લોકાર્પણ સહિતના કાર્યક્રમ


અમિત શાહ 26 માર્ચના રોજ ગુજરાત આવી રહ્યા છે ત્યારે મત વિસ્તાર ગાંધીનગર કલોલ ઉપરાંત અમદાવાદ પણ તેમનો કાર્યક્રમ રહેશે.

Advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સાયન્સ સિટી ગોતા માં 900 આવાસ નું ઉદઘાટન કરશે 300 કરોડના કામોનું ઉદ્ઘાટન તેઓ કરશે 26 માર્ચના રોજ આ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવશે.
આયુષ્માન થીમ ઉપર બનાવવામાં આવેલા ગાર્ડન નું ઉદઘાટન કરશે. બોપલ ખાતે આયુષ્માન થીમ પર ગાર્ડન બનાવવામાં આવ્યો છે બોપલ ડમ્પ સાઇટ પર બનેલી કલોલ પાર્કમાં ખાસ કરીને આયુષ્યમાન થીમ પર ગાર્ડન બનાવવામાં આવ્યો છે. ટોટલ અમદાવાદ 300 કરોડના કામોનું લોકાર્પણ કરશે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ તેમના મત વિસ્તાર ને લઈને હંમેશા સંવેદનશીલ રહ્યા છે ત્યારે કલોલમાં વિવિધ ખાતમુહૂર્ત અને વિકાસના કામોના લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.
 અગાઉ કલોલની અંદર રોગચાળો દૂષિત પાણી પીવાના કારણે ફાટી નીકળ્યો હતો તેના કારણે અમિત શાહ નારાજ થયા હતા અને અધિકારીઓ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો કેમ કે આ પહેલા પણ પીવાના પાણીની અંદર દૂષિત પાણીની પાઈપલાઈન ભરવાના કારણે મોટો રોગચાળો ફાટ્યો હતો ત્યારે ફરી આ ઘટના બનતા અમિત શાહ એક્શનમાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાથે પણ વાત કરી હતી ત્યારે ફરી અમિત શાહ તેમના મત વિસ્તાર કલોલ ગાંધીનગર માં આવી રહ્યા છે જેમાં વિવિધ કાર્યક્રમો આ પ્રમાણે યોજવામાં આવશે.
આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને અમિત શાહનો આ પ્રવાસ મહત્વનો
1 કરોડના ખર્ચે રી ડેવલપમેન્ટ ખાત મુહુર્ત કરાશે
18 કરોડના ખર્ચે તૈયાર થનાર રેલ્વે બ્રીજનું ખાતમુહુર્ત કરવામાં આવશે
કલોલ મોટી ભોયણમાં કેન્દ્ર સ્ક્રીનીંગ કાર્યક્રમ માં હાજરી આપશે
ગાંધીનગર જિલ્લાના સરપંચો સાથેનો સંવાદ કાર્યક્રમ પણ યોજાશે

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!