અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર ચોર-લૂંટારુ ગેંગને ઝડપી પાડવા સતત દોડાદોડી કરી રહી છે મોડાસા શહેર સહીત જીલ્લામાં મોબાઈલ ચોરીના ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થતા પોલીસ દોડતી થઇ છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા શહેરમાં મોબાઈલ ચોરી કરતા બે લબરમૂછિયા મોબાઈલ ચોરને ઝડપી પાડી 4 મોબાઈલ કબ્જે કર્યા હતા જીલ્લા SOGએ મોડાસા હંગામી બસ સ્ટેન્ડમાં બસમાં ચઢતા મુસાફરનો મોબાઈલ સેરવી લેનાર યુવા ચોરને દબોચી લીધો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મેઘરજ બાયપાસ ચોકડી નજીક વોચમાં ગોઠવાઈ હતી ત્યારે અગાઉ મોબાઈલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ દર્શન નરેશ ચમાર (રહે,સબલપુર) અને સની અમરત સલાટ(રહે,સર્વોદય નગર-ડુંગરી) મોડાસા શહેર તરફથી ચાલતા ચાલતા આવતા હતા બંને શંકાસ્પદ જણાતા બંનેને અટકાવી તલાસી લેતા તેમની પાસેથી ચોરી કેરેલા 26 હજારના ચાર મોબાઈલ મળી આવતા પોલીસે બંને આરોપીઓને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એસઓજી પીએસઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમને મોડાસા હંગામી બસ સ્ટેન્ડમાં એસટી બસમાં ચઢતા સમયે ભીડનો લાભ લઇ એક મુસાફરનો છ મહિના અગાઉ મોબાઈલ ચોરી કરનાર હુજેફા ઇકબાલભાઈ કોકડી (રહે,જોગી તળાવ,મખદૂમ સાબ દરગાહ) ચોરી કરી તેના મિત્રને વેચાણ આપી દીધો હોવાની હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે હુજેફા ઇકબાલભાઈ કોકડીને ઝડપી પાડી ટાઉન પોલિસને સુપ્રત કર્યો હતો