અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી ઉત્તર ભારતના રાજ્યોમાંથી વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે હવે કસાઈઓ પણ આ માર્ગો વિવિધ નાના- મોટા વાહનો મારફતે પશુઓને કતલખાને ઘુસાડી રહ્યા છે.
ટીંટોઇ પોલીસે રાજસ્થાન તરફથી વાહનોનું હાઇવે અને આંતરિયાળ માર્ગો પર સઘન ચેકીંગ હાથધરતાં ગડાદર પુલ પરથી શંકાસ્પદ ઝડપે પસાર થયા ટાટા કંપનીનો ૪૦૭ ટેમ્પો ચાલક પોલીસજીપ જોઈ ટેમ્પો ભગાવી મૂકી આગળ જઈ ટેમ્પો મૂકી બે કસાઈઓ રફુચક્કર થતા ટીંટોઇ પોલીસે તલાશી લેતા ૮ નંગ ભેંસ મુશ્કેરાટ હાલતમાં ગળાના તથા મોઢાના ભાગે રસ્સી વડે મરણતોલ હાલતમાં ખીચોખીચ બાંધેલી હાલતમાં અંદર ગાસચારો કે પાણીની સુવિધા નહિ રાખી કતલખાને લઈ જવાની ભેંસો મૂકી આરોપી ચાલક તથા તેની સાથે ઈસમ નાસી ગયેલ અને ટીંટોઇ પોલીસે ૮ નંગ ભેંસ બચાવી લઈ રૂ.૮૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.કે.રાઠોડ અને તેમની ટીમે ટીંટોઇ વિસ્તારના ગડાદર પુલ નજીકથી વાહનોનું સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથધર્યું હતું.ત્યારે ગડાદર પુલ નજીકથી ટાટા ટેમ્પો પીછો કરી ગાડી નંબર જી.જે.૧૭.યુ.યુ.૩૧૧૪ માં ગેરકાયદેસર ૮ નંગ ભેંસો મોઢાના ભાગે રસ્સી વડે મરણતોલ હાલતમાં ખીચોખીચ બાંધી અંદર ગાસચારો કે પાણીની સુવિધા નહિ રાખી કતલખાને લઈ જવાતી ભેંસો મૂકી આરોપી ચાલક અને તેની સાથે ઇસમ ટેમ્પો મૂકી ફરાર થઇ જતા ટીંટોઇ પોલીસે ૮ નંગ ભેંસો કિંમત ૮૦ હજાર અને ટાટા ટેમ્પો ગાડી મુદ્દામાલ જપ્ત કરી બે કસાઈઓ વિરુદ્ધ પ્રાણી અત્યાચાર નિવારણ કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.ટીંટોઇ પોલીસે ૮ નંગ ભેંસો કતલખાને પહોંચે તે પહેલાં બચાવી લઇ પાંજરાપોળ મોકલી આપવા તજવીજ હાથધરી હતી.