શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે શ્રી ક્ષત્રિય સમાજ દરબાર કેળવણી મંડળ દ્વારા વાંચન લાયબ્રેરીની શરૂઆત કરવામા આવી છે.શહેરા તાલુકામાં પાછલા ઘણા વર્ષોથી અહીના યુવાવર્ગ માટે લાયબ્રેરીની વ્યવસ્થા કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી હતી.સ્પર્ધાત્મક પરિક્ષાઓ પાસ કરવા માટે વાંચન ખુબ જરૂરી સાથે વિષયવસ્તુને લગતા પુસ્તકોની પણ સુવિધા જરુરી છે.આવી પુસ્તકોની સુવિધા સાથે વાંચન લાયબ્રેરીની શરુઆત શહેરા ખાતે કરવામા આવી છે.રવિવારના રોજ શુભમુર્હુતમાં લાયબ્રેરીની દીકરીઓના હાથે રીબીન કાપીને શરુઆત કરવામા આવી છે. લાયબ્રેરીમાં પુસ્તકો,પાણી,બેઠક વ્યવસ્થા સહીતની સુવિધાઓ કરવામા આવી છે.
આજનો યુગ સ્પર્ધાત્મક પરિક્ષાઓનો છે.સરકારી નોકરીઓ મેળવા માટે આ પરિક્ષાઓ પાસ કરવી જરૂરી છે.શહેરા તાલુકાના બહુમતી ધરાવતા ક્ષત્રિય સમાજના યુવાવર્ગ માટે અહી કોઈ વ્યવસ્થા હતી નહી.આથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ કે પંચમહાલ તેમજ ગુજરાતના અન્ય જીલ્લામા સરકારી અને ખાનગી ક્ષેત્રમાં ફરજ બજાવે છે તેમના દ્વારા યુવાનોના ભવિષ્યના માટે વિચારીને એક લાયબ્રેરી શરૂ કરવામા આવે.આ વિચારને સૌએ એકસાથે વધાવી લઈને આજના સ્પર્ધાત્મક પરિક્ષાના માહોલને લઈને લાયબ્રેરીની શરુઆત કરવામા આવી છે. શ્રી ક્ષત્રિય સમાજ દરબાર કેળવણી મંડળ દ્વારા આ અનોખી પહેલને સમાજના સૌકૌઈ અગ્રણીઓ દ્વારા વધાવી પણ લેવામા આવ્યો છે.શહેરા-ગોધરા હાઈવે રોડ પર એસબીઆઈના એટીએમ પાસે આવેલા એક મકાનમાં લાયબ્રેરી શરૂ કરવામા આવી છે. સમાજના અગ્રણી દિનેશસિંહ જણાવે છે કે આ વિસ્તારમાં વાંચનાલયની સુવિધા ન હતી. સમાજના લોકોએ પોતાની રીતે પૈસો બચાવીને આર્થિક મદદ કરીને આ લાયબ્રેરી શરૂ કરવામા સહયોગ કર્યો છે.આ લાયબ્રેરીમા ભાઈઓ અને બહેનો માટે બેઠકની સુવિધા, પીવાનું પાણી, તેમજ સીસીટીવી સહીતની સુવિધા કરવામા આવી છે. મહિલા અગ્રણી લલિતાબા જણાવે છે. તાજેતરમાં ઘણી બધી સ્પર્ધાત્મક પરિક્ષાઓ આવી છે. ભણી ગણીને આગળ વધી ને સમાજનું નામ રોશન કરવુ જોઈએ.આ લાયબ્રેરી શરૂ કરવામા આવી છે. તેનો લાભ લેવો જોઈએ.