ઉનાળાની ભીષણ ગરમીમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના પૃથ્વીપુરા ગામ નજીક પસાર થતી ઇકો કારમાં આગ લાગતા કાર ચાલક સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો ઇકો કાર ગણતરીની મિનિટ્સમાં રાખ બની ગઈ હતી કારમાં ભીષણ આગ લાગતા રાહદારીઓ અને અન્ય વાહનચાલકો પણ થંભી ગયા હતા
મેઘરજના પૃથ્વીપુરા ગામ નજીક રોડ પર સડસડાટ દોડતી ઇકો કારમાં અગમ્ય કારણોસર બોનેટમાંથી આગ લપકારા મારતી બહાર આવતા કાર ચાલક ચોંકી ઉઠ્યો હતો અને કાર ચાલક રોડ સાઈડ કાર ઉભી રાખી ઉતરી ગયો હતો કાર ગણતરીના સમયમાં લપેટાતા આગમાં ખાખ થઇ ગઈ હતી કારમાં આગ લાગતા આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા જો કે કારમાં સીએનજી કીટ ફિટ કરેલીમાં વિસ્ફોટ થવાની આશંકાએ લોકો કારમાં લાગેલી આગ સામે લાચારી અનુભવી રહ્યા હતા કારમાં આગ લાગતા નજીકમાં રહેલ જંગલમાં આગ લાગવાની સંભાવના પેદા થતા ગામલોકો ફફડી ઉઠ્યા હતા સદનસીબે આગ અન્ય સ્થળે નહીં પ્રસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કાર ચાલક મેઘરજના પહાડીયા વિસ્તારનો હોવાનું ચર્ચાએ જોર પકડ્યું હતું