મોડાસા GIDCમાં આવેલી લક્ષ્મી પ્રોટિન્સમાં વર્ષોથી બ્રાન્ડેડ તેલના ડબ્બામાં પામોલીન તેલ ભરી વેચાણ કરતો હોવાની ચર્ચા
SOG પીએસઆઇ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલાવડ કરતા લક્ષ્મી પ્રોટીન્સના માલિક અમિત શાહને દબોચ્યો
મોડાસા GIDCમાં હલકી કક્ષાનું કે પછી પામોલીન તેલના ટેન્કર મોટા પ્રમાણમાં આવતા હોવાનું જણાવતા જીઆઈડીસીના સૂત્રોAdvertisement
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની ગણેશપુર જીઆઈડીસીમાં આવેલી લક્ષ્મી પ્રોટીન્સ નામની તેલ બનાવતી ફેકટરીમાં જુના તિરૂપતિ કંપનીના ખાલી ડબ્બામાં અન્ય તેલ ભેળવીને તિરુપતિને નામે વેચવાનું કૌભાંડનો જીલ્લા એસઓજી પોલીસે પર્દાફાશ કરી કંપનીના માલિક અમિત કિશન શાહને દબોચી લઇ 18 હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો લક્ષ્મી પ્રોટિન્સમાં બ્રાન્ડેડ કંપીના ખાલી ડબ્બાઓ ફેરિયાઓ પાસેથી મેળવી મોડાસા શહેર સહીત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓની મીલીભગતથી ધૂમ વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરવામાં આવતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
મોડાસા શહેરની જીઆઈડીસીમાં આવેલ લક્ષ્મી પ્રોટીન્સ નામની તેલ બનાવતી કંપનીમાં તિરૂપતિ કંપનીના તેલના જુના ડબ્બાઓ પર તિરૂપતિ કંપનીના સ્ટીકર અને બુચ લગાડી અન્ય તેલ ભરી બજારમાં વેચાણ કરતો હોવાની બાતમી જીલ્લા એસઓજી પોલીસને મળતા તાબડતોડ રેડ કરી લક્ષ્મી પ્રોટીન્સ કંપનીમાંથી રીફાઇન્ડ તિરૂપતિ કપાસિયા તેલ 15 કી.ગ્રા માર્કવાળા સ્ટીકરનું ડુપ્લીકેટીંગ કરી જુના વપરાયેલ તેલના ડબ્બા 8 કીં.રૂ 18816/-માં અન્ય તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર 36 અને બુચ 38 મળી આવતા પોલીસે લક્ષ્મી પ્રોટીન્સ અમિત કિશનલાલ શાહ (રહે,લક્ષ્મીકુંજ સોસાયટી,બસ સ્ટેન્ડ પાછળ, મોડાસા) ને દબોચી લીધો હતો
અરવલ્લી જીલ્લા એસઓજી પોલીસે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં કોપી રાઈટ એક્ટ મુજબ ગુન્હો નોંધાવી અમિત કિશનલાલ શાહ (રહે,લક્ષ્મીકુંજ સોસાયટી,બસ સ્ટેન્ડ પાછળ, મોડાસા)ને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી