ભિલોડા થી અમદાવાદ રૂટની નવિન એકસ્ટ્રા 2×2 મીની એસ.ટી.બસ સેવાનો પ્રારંભ :- ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદીના વરદ્ કરાયું :- મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી
હિંમતનગર એસ.ટી.વિભાગના ભિલોડા એસ.ટી. ડેપો ખાતે નવીન મીની એસ.ટી.બસ ફળવાતા મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી છે. ભિલોડા થી અમદાવાદ ૧૨ કલાક ની નવિન મીની એસ.ટી એક્સપ્રેસ એક્સ્ટ્રા એસ.ટી બસ નું લોકાર્પણ ભિલોડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ પી. ત્રિવેદીના વરદ્ હસ્તે કુંમકુંમ તિલક કરીને ફુલહારથી વધાવી પ્રસ્થાન કરાવ્યું હતું.ભિલોડા એસ.ટી.બસ ડેપોના સ્ટેન્ડ ઈન્ચાર્જ દિપકભાઈ સુથાર,એસ.ટી મજદુર સંઘ ( B.M.S ) હિંમતનગર વિભાગ, મહામંત્રી જગદીશભાઈ આર. પટેલ,હેડ મિકેનીક જગદીશભાઈ નિનામા,મજુર મહાજનના મહેન્દ્રસિંહ ચંપાવત સહિત ડ્રાઈવર,કંડકટર હાજર રહ્યા હતા.મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી હતી