યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ સિવિલ સર્વિસીસ 2022 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે.જેમાં ગાંધીનગર ના વિનમ્ર આઈએએસ રમેશ મીણા સાહેબની દીકરી માનસી મીણા એ 738 રેન્ક મેળવી ગાંધીનગર માં ડંકો વગાડ્યો છે.તેમનો દિકરો હર્ષિલ મીણા હાલમાં કેરળ કેડરમાં ગુજરાતી IAS તરીકે કાર્યરત છે.
ગાંધીનગર સમાચાર સાથેની વાતચીત માં માનસી એ જમાવ્યું હતું કે હું મારા પિતાજી અને ભાઈની જેમ જ સિવિલ સર્વિસ ની પરીક્ષા માં ઉત્તીર્ણ થઈ સમાજ માં ઉત્તમ સેવા પ્રદાન કરવા માંગે છે. મે B.A., LL.B નો અભ્યાસ હૈદરાબાદ ખાતે કરેલ છે અને છેલ્લા સેમ.માં હતી ત્યારથી જ મે UPSC ની તૈયારી શરૂ કરી દીધી હતી.કોરોના કાળ દરમિયાન મે ઓનલાઇન માધ્યમ દ્વારા દિલ્હી ખાતે સિવિલ સર્વિસ ના ક્લાસ જોઈન કર્યા હતા.મારો મેઈન વિષય સોસ્યોલોજી છે આ વિષય મે 3 થી 4 મહિના માં જ ક્લીઅર કરી દિધો હતો.ત્યાર બાદ મે પેપર પ્રેક્ટિસ પર વધારે ધ્યાન આપ્યું હતું.હું પ્રિલીમ્સ વખતે 8 થી 10 કલાક વાંચન કરતી હતી જ્યારે મેઈન વખતે 13 કલાક થી વધુ નો સમય વાંચન માં જતો હતો.મે આ દોઠ વર્ષ માં માત્ર અભ્યાસ ઉપર જ ધ્યાન આપ્યું હતું. મારા માટે સિવિલ સર્વિસ ની પરીક્ષા ખૂબ મહત્વ ની હતી તેથી મે ખૂબ મહેનત અને લગન થી તૈયારી કરી હતી.આગામી રવિવારે પણ હું UPSC ની પરીક્ષા આપવાની છું.માટે હજી સારો રેન્ક મેળવવો છે.
મારા ભાઈ અને પિતા નો ખૂબ સપોર્ટ રહ્યો:
માત્ર દોઢ વર્ષ ની તૈયારી કરીને પ્રથમ ટ્રાય માં ઉત્તીર્ણ થયેલ માનસી ને તેમના ભાઈ એ પરીક્ષા માં સફળ થવા માટે ખૂબ મોટીવેટ કર્યા હતા તો વ્હાલી દીકરીને પિતા દ્વારા અભ્યાસ દરમિયાન દરેક રીતે સાથ સહકાર અપાયો હતો. માનસીના મમ્મી એ ઇમોશનલી સપોર્ટ કર્યો હતો જેમાં કોરોના કાળ દરમિયાન તેણીની અભ્યાસ માં કોઈ ચૂક ના આવે તે માટે
ખૂબ કાળજી રાખી હતી.
પ્રથમ ટ્રાય માં સફળતા કઈ રીતે મળી?
UPSC પરીક્ષાને દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષા માટે તૈયારી કરે છે. જેમાંથી ઘણા ઓછાને આમાં સફળતાં મળે છે. હું માનું છું કે પરીક્ષા ની તૈયારી માટે consistency હોવી ખૂબ જરૂરી છે. મારી સફળતા પાછળ મારી consistency જવાબદાર છે.
ગુજરાતના સફળ થનાર ઉમેદવારો
1 ચિંતન દુધેલા
2 નયન સોલંકી
3 ઉત્સવ જોગાણી
4 અતુલ ત્યાગી
5 કાર્તિકેય કુમાર
6 ચંદ્રેશ શંખલા
7 આદિત્ય અમરાની
8 કેયુર પારઘી
9 મૌસમ મહેતા
10 ભાવનાબેન વઢેર
11 માનસી મીણા
12 મયુર પરમાર
13 દુષ્યંત ભેડા
14 પ્રણવ ગૈરોલા
15 વિષ્ણુ
16 કૌશીક માંગેરા
આટલા ઉમેદવારોની પસંદગી: UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાના અંતિમ પરિણામમાં કુલ 933 ઉમેદવારોની નિમણૂક માટે પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 345 ઉમેદવારો બિનઅનામત છે, 99 EWSમાંથી, 263 OBCમાંથી, 154 SC અને 72 ST કેટેગરીના છે.
દેશ માં ટોપ 4 માં આવેલ વિદ્યાર્થીનીઓ:
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022 માં, છોકરીઓએ ટોપ 4 માં સ્થાન મેળવ્યું છે. ઈશિતા કિશોર પ્રથમ નંબરે છે. તે જ સમયે, ગરિમા લોહિયા બીજા સ્થાને, ઉમા હાર્થી એન ત્રીજા સ્થાને અને સ્મૃતિ મિશ્રા ચોથા સ્થાને છે.