પેન્ટરપુરા ગામના ક્ષત્રિય સમાજમાં દીકરીના લગ્ન લેવાઈ ગયા છે પરંતુ રસ્તો ન હોવાથી જાન ઘર સુધી પહોંચે તેવી સ્થિતિના અભાવે લગ્ન અટક્યાના આક્ષેપ સાથે બાયડ પ્રાંત કચેરીએ ક્ષત્રિય ઠાકોર સમાજના ધરણા
ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો પરિવાર સાથે લગ્નની કંકોત્રી સાથે ધરણા
લગ્ન પ્રસંગમાં કન્યા કે વરરાજા ભાગી જતા કે પછી દહેજ તેમજ લગ્નમાં વરરાજા પરિવારની કોઈ ડિમાન્ડના પગલે લગ્ન અટકી પડ્યા હોવાના અનેક કિસ્સા બનતા રહે છે ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના પેન્ટરપુરા ગામમાં રસ્તાના અભાવે દીકરીની જાન ઘર સુધી પહોંચી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી લગ્નમાં વિઘ્ન પેદા થવાની સંભાવનાના પ્રવર્તી રહી છે ક્ષત્રીય ઠાકોર સમાજના લોકોનો તેમનો વર્ષો જૂનો રસ્તો પાટીદાર સમાજના કેટલાક લોકોએ રસ્તો તેમની માલિકીનો હોવાનું જણાવી બંધ કરી દેતા ક્ષત્રિય ઠાકોર સમાજ પરિવાર સાથે બાયડ પ્રાત કલેકટર કચેરીએ ધરણા કરી રસ્તાના અભાવે લગ્ન અટવાઈ પડતા રસ્તો બનાવી આપવાની માંગ કરી રહ્યા છે
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ કે, પેન્ટરપુરા ગામમાં 40 જેટલા ક્ષત્રિય ઠોકર સમાજના પરિવાર વસવાટ કરે છે વર્ષોથી અવર-જવર માટે ઉપયોગમાં લેવામાં આવતા રસ્તાને છેલ્લા કેટલાક સમયથી આ રસ્તો તેમની માલિકીની જમીનમાં હોવાનું જણાવી પાટીદાર સમાજના પરિવારો દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવતા ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોની અવર-જવર બંધ થઇ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા દોઢ વર્ષથી અધિકારીઓને રજુઆત કરવા છતાં રસ્તાનું નિરાકરણ નહીં આવતા હવે લગ્ન પ્રસંગ હોવાથી રસ્તો વિના જાન ક્યાંથી લાવવી એ સમસ્યા ઉભી થઇ છે. જેથી આજે પરિવારના લોકો રસ્તાની માંગણી લઇને ઘરણા પર બેઠા છે.
પેન્ટરપુરા ગામના બાબુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે રસ્તાના અભાવે લગ્ન પ્રસંગ અટક્યો છે અગાઉ પણ રસ્તાની માંગ કરી વિરોધ કરી હિજરત કરવાનો નિર્ણય લેતા તંત્ર દોડતું થયું હતું અને પાકો રસ્તો બનાવી અપવાની બાંહેધરી આપી હતી જો કે આ ખાતરી ઠગારી નીવડી છે રસ્તો બંધ કરી દેતા લગ્નપ્રસંગમાં વિઘ્ન પેદા થવાની લગ્નમાં મોટી સંખ્યામાં લોકો અને વાહનોની અવર જવર થશે ત્યાંરે કોઇ વિખવાદ ન થાય તે માટે રસ્તાની માંગણી સાથે ધરણા પર બેસવા મજબૂર બન્યા હોવાનું જણાવ્યું હતું