હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા તાજેતરમાં યોજાયેલ બી.બી.એ. સેમેસ્ટર – ૪ માર્ચ ૨૦૨૩નું પરિણામ જાહેર થયેલ જેમાં બી.બી.એ. કોલેજ, મોડાસાનું બી.બી.એ. સેમેસ્ટ – ૪નું પરિણામ ૭૨.૯૧ % આવેલ છે. જયારે યુનિવર્સિટીનું પરિણામ ૭૧.૫૯% પરિણામ બહાર પડેલ છે. બી.બી.એ. કોલેજની વિદ્યાર્થીની પંચાલ ડીનલ સંદીપભાઈ ૬૦૦માંથી ૪૯૫ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં ૪ (ચોથો) અને કોલેજમાં પ્રથમ જયારે પટેલ નકુલ શૈલેષભાઈએ ૬૦૦ માંથી ૪૭૨ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં ૧૦ (દશમો) કોલેજમાં દ્વિતિય જયારે પટેલ પ્રેક્ષા મુકેશભાઈ એ ૬૦૦માંથી ૪૭૦ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં ૧૨ (બારમો) કોલેજમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે. કોલેજના આચાર્ય ડૉ, તુષારભાઈ ભાવસારના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીના પરિણામ કરતા વધુ પરિણામ લાવવાની પરંપરા કોલેજે જાળવી રાખીને મોડાસા શહેરનું અને બી.બી.એ કોલેજનું ગૌરવ વધારેલ છે, જે બદલ મંડળના પ્રમુખ નવિનચંદ્ર આર. મોદી, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ શાહ (મામા) મંત્રી આર. પી. શાહ, તથા કોલેજના આચાર્ય ર્ડા. તુષાર એમ. ભાવસાર તથા ટીંચીંગ અને એડમીન સ્ટાફે આ અમૂલ્ય સિધ્ધી બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.