શાળાના 75 માંથી ૧૦ છાત્રો 90 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ.૨૦૨૩ની એસ.એસ.સી.પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરની એમ.એચ.હાઈસ્કૂલના બે તેજસ્વી તારલા શિક્ષણ બોર્ડમાં બીજા અને ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થઈને પ્રથમ દસમા સ્થાન મેળવીને શાળા અને તાલુકા-જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આ બે તેજસ્વી તરલાઓમાં શિક્ષણ બોર્ડમાં બીજા અને સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ આવનાર ગાંધી તીર્થ જીગરકુમાર 97.16 ટકા મેળવે છે જ્યારે શિક્ષણ બોર્ડમાં ત્રીજું સ્થાન અને સાબરકાંઠા જિલ્લામાં બીજું સ્થાન પ્રાપ્ત કરનાર શાહ વર્ધન શ્રેણીક કુમાર 97.0 ટકા પ્રાપ્ત કરે છે.
વિજયનગરની એમ.એચ.હાઈસ્કૂલના આ બે છાત્રો સહિત કુલ દસ પરિક્ષાર્થીઓ 90 ટકા કે તેથી વધુ ટકા સાથે ઉત્તીર્ણ થયા છે. સંચાલક મંડળ તથા શાળા પરિવારે શાળામાં ઉંચી ટકાવારી પ્રાપ્ત કતનાર તમામ છાત્રોને અભિનંદન પાઠવ્યા છે.