કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી એ કહેવત સાર્થક કરી છે માલપુર ની એક ગરીબ દીકરી એ વાત છે માલપુર ના વતની અને માલપુર નગર માં ભાડા ના મકાન માં રહેતા પિતા શૈલેન્દ્રસિંહ ઝાટ અને માતા પુનમબેન ઝાટ ની એક ની એક વ્હાલસોયી દીકરી ક્રિષ્ણાબા ની અનોખી સફળતા ની કહાની
માલપુર નગર માં જ જન્મેલા અને માલપુર માં રહી એક સામાન્ય ગરીબ પરિસ્થિતિ માં રિક્ષા ચલાવી જીવન ગુજારો કરતા શૈલેન્દ્રસિંહ ઝાટ કે જેમણે પોતાના માલિકી નું મકાન પણ નથી તેમની દીકરી ક્રિષ્ના બા ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા માં 600 માંથી 559 ગુણ મેળવી ને માલપુર પી જી મહેતા હાઉસ્કૂલ માં પ્રથમ નંબરે જ્યારે માલપુર સેન્ટર માં બીજા ક્રમે ઉત્તીર્ણ થતા માલપુર ગામ અને રાજપૂત સમાજ નું ગૌરવ વધાર્યું છે ચી ક્રિશ્ના બા એ પિતા ની સામાન્ય પરિસ્થિતિ ને શરૂઆત થી જ જાણી લીધી હતી છતાં ભણવું અને સારું ભણવું એ એક ધ્યેય સાથે શરૂઆત થી જ અભ્યાસ પ્રત્યે રુચિ વધતી ગઈ અને સામાન્ય પરિસ્થિતિ માં જીવન વિતાવતા પોતાની જાતે નિયમિત શાળાએ જવું,ઘરે આવી ને પણ અભ્યાસ ની સાથે સાથે માતા ને ઘરકામ માં મદદ કરતા કરતા ખૂબ સારા પરિણામ સાથે અભ્યાસ યાત્રા આગળ વધતી ગઈ અને આ વર્ષે લેવાયેલ એસએસસી બોર્ડ ની પરીક્ષા માં પણ સારી મહેનત કરી ને 600 માંથી 559 ગુણ પ્રાપ્ત કર્યા છે 93.13 ટકા સાથે શ્રી પી જી મહેતા હાઈસ્કૂલ માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે
ચી ક્રિશ્ના બા ની આ અનોખી સિદ્ધિ ના કારણે આજે ગરીબ પરિવાર માં સોના નો સુરજ ઉગ્યો છે અને ખૂબ જ ખુશી વાર્તાઈ છે સફળતા ના શીખરે પહોંચેલા ક્રિશ્ના બા પણ ખૂબ ખુશ છે અને આગળ જતાં વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરી ઉચ્ચ સ્થાને પહોંચવા ની ખેવના રાખે છે