31 C
Ahmedabad
Saturday, April 27, 2024

ખેડા જીલ્લાના બંટી બબલીને ગણતરીના કલાકોમાં દબોચતી મોડાસા ટાઉન પોલીસ : એક્સપ્રેસો કાર લઈને 1.28 લાખની બે વીંટી સેરવી હતી


1.28 લાખની બે વીંટી સેરવી લેનાર બંટી બબલી પતિ-પત્ની જ નીકળ્યા

Advertisement

અરવલ્લી જીલ્લાના મુખ્યમથ મોડાસા શહેરના મુખ્ય બજારમાં આવેલ સોની સુભાષચંદ્ર દ્વારકાદાસ જવેલર્સમાં એક વીંટી ખરીદ કરી બંટી બબલીએ જવેલર્સના સ્ટાફની નજર ચૂકવી 1.28 લાખની બે વીંટી તફડાવી ફરાર થઇ જતા જવેલર્સ માલિકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે જવેલર્સ શો-રૂમના સીસીટીવી ફૂટેજ અને નેત્રમ કેમરાની મદદથી એક શંકાસ્પદ એક્સપ્રેસો કારને ડિટેકટ કરી કાર લઇ જવેલર્સ શો-રૂમમાં બે વીંટી સેરવી લેનાર ઠાસરા તાલુકાના ચીકોલ નગરીના દંપતિને દબોચી લઇ 1.28 લાખની બંને વીંટી રિકવર કરી ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

Advertisement

ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના ચીકોલ નગરીમાં રહેતા હસમુખ કાળા સેનવા અને તેની પત્ની ભાવનાબેન હસમુખ સેનવા એક સગીરા સાથે એક્સપ્રેસો કારમાં મોડાસા પહોંચી બજારમાં આવેલી સોની સુભાષચંદ્ર દ્વારકાદાસ જવેલર્સમાં રૂ.14600/- ની વીંટી ખરીદી વધુ વીંટી જોવા માંગતા શો રૂમના મેનેજરે વીંટી બતાવતા મહિલાએ 1.28 લાખની બે સોનાની વીંટી સેરવી લીધી હતી અને તેની જગ્યાએ બે નકલી વીંટી મૂકી દઈ ત્રણે રફુચક્કર થઇ જતા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે શો-રૂમમાં રહેલા સીસીટીવી કેમરા ફૂટેજ અને નેત્રમ કેમેરા સહીત અન્ય સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
મોડાસા ટાઉન પોલીસની ટીમે નેત્રમ શાખાના સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરતા એક શંકાસ્પદ એક્સપ્રેસો કાર (ગાડી.નં-GJ-07-DD 9202) અંગે તપાસ હાથધરી બાતમીના આધારે હસમુખ કાળા સેનવા અને તેની પત્ની ભાવનાબેન હસમુખ સેનવાને દબોચી લઇ ચોરી કરેલ 1.28 લાખથી વધુ કિંમતની બંને વીંટી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!