શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા આજરોજ તેની 48મી વાર્ષિક સાધારણ સભા ભામાશા ઓડિટોરિયમ હોલ કોલેજ કેમ્પસ મોડાસામાં મળી હતી. જેમાં સભાનું અધ્યક્ષ સ્થાન પ્રમુખશ્રી કિરીટભાઈ કે શાહે સંભાળ્યું હતું. પ્રમુખશ્રીની મંજૂરીથી સભાનું કામકાજ એજન્ડા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સભાની શરૂઆત મંત્રી શ્રી મુકુન્દ એસ . શાહે ગણેશ સ્તુતિથી કરી હતી. ત્યારબાદ એસોસિએશનના સભ્યો, તેમના સ્વજનોના દુઃખદ અવસાન થવાથી સ્વજનો ગુમાવવા થી દુઃખની લાગણી અનુભવી હતી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ત્યારબાદ પ્રમુખશ્રી કિરીટભાઈ કે. શાહે સૌ પધારેલ સભ્યશ્રીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગતસભાનું પ્રોસિડિંગ મંત્રી શ્રી મુકુન્દ એસ શાહે વંચાણે લઇ સર્વાનુમતે મંજૂર કર્યું હતું. ત્યારબાદ ખજાનચી શ્રી જયેશભાઈ ગાંધી એ વર્ષ 2022 23 ના હિસાબો સભા સમક્ષ રજૂ કર્યા હતા અને વંચાણે લીધા હતા જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંત્રી શ્રી મુકુન્દ એસ શાહે વર્ષ દરમિયાન ની પ્રવૃત્તિ નો અહેવાલ તારીખ પ્રમાણે રજૂ કર્યો હતો જેને સૌએ હર્ષભેર વધાવ્યો હતો. ત્યારબાદ આદરણીય શ્રી ઈસ્માઈલભાઈ દાદુએ આગામી વર્ષ 2023 -24 અને 2024 -25 માટે પ્રમુખશ્રી તરીકે શ્રી રમણભાઈ પ્રજાપતિ, મંત્રી શ્રી તરીકે મુકુન્દકુમાર એસ શાહ, પ્રથમ ઉપપ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ એચ શાહ, દ્વિતીય ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ પટેલ, પ્રથમ સહમંત્રી તરીકે મનીષભાઈ કે ભાવસાર, દ્વિતીય સહમંત્રી તરીકે નયનભાઈ એચ કોઠારી, ખજાનચી તરીકે જયેશભાઈ સી ગાંધી ની સર્વનુંમતે વરણી કરી હતી. આ સભામાં વર્ષ 2021 થી 23 દરમિયાન કામગીરી કરનાર પ્રમુખ શ્રી કિરીટભાઈ કે શાહ, મંત્રી મુકુન્દ એસ શાહ, સહમંત્રી મનીષ કે ભાવસાર, જયેશભાઈ સી ગાંધી નું મોમેન્ટો શાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ કનુભાઈ પટેલ, મ.લા.ગાંધી ઉ. કે. મંડળ ના ઉપર પ્રમુખ સુભાષભાઈ એમ શાહ, મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બીપીનભાઈ આર શાહ, પુસરીના હિમાંશુભાઈ પટેલ, સાર્વજનિક હોસ્પિટલના સેક્રેટરી પિયુષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રતિભાવો અને આશીર્વાદ આપ્યા હતા. મંડળીના ચેરમેન શ્રી પંકજભાઈ બુટાલા એ પણ રમણભાઈ ને તથા નવી બોડીને શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા.સાથે સાથે શ્રી રમણભાઈ પ્રજાપતિ ને સુવર્ણ જયંતીના પ્રમુખ બનવા બદલ અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સભાના અંતે સહમંત્રી શ્રી મનીષભાઈ કે.ભાવસારે સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન કર્યું હતું. સમગ્ર સભાનું સંચાલન સેક્રેટરી મુકુન્દ એસ શાહે કર્યું હતું.
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાની વાર્ષિક સાધારણ સભા માં સુવર્ણ જયંતી વર્ષના પ્રમુખ ની વરણી થઈ
Advertisement
Advertisement