સરકારી વિભાગોમાં વર્ષો સુધી ફરજ બજાવતા કર્મચારીઓની નિવૃત્તિઓ સમય પણ અદભૂત હોય છે. ઘણાં વર્ષો સુધી લોકો વચ્ચે રહીને વિદાય લેવાની થાય તે સમય ખૂબ જ આત્મિય બની જતો હોય છે. અરવલ્લી જિલ્લા પોલિસ માં ફરજ બજાવતા ASI જુવાનસિંહ ચાવડા નિવૃત્ત થતાં ભવ્ય વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. તેઓ ઘોડે સવાર થયા હતા અને પુષ્પવર્ષ કરવામાં આવી હતી.
ગુજરાત પોલિસ માં છેલ્લા 39 વર્ષથી ફરજ બજાવતા જુવાનસિંહ સુફ્રસિંહ ચાવડા વયમર્યાને કારણે સેવા નિવૃત્ત થયા હતા, જેમને વિદાય સમારોહ બાયડ પોલિસ મથકેથી યોજવામાં આવ્યો હતો. તેઓ વર્ષ 1989માં પોલિસ વિભાગમાં ભરતી થયા હતા અને છેલ્લે તેઓ બાયડ કોર્ટમાં ફરજ બજાવતા હતા. છેલ્લા 34 વર્ષથી પોલિસ વિભાગમાં ફરજ બજાવતા જુવાનસિંહ નિવૃત્ત થતાં પોલિસ કર્મચારીઓએ તેઓને વિદાય આપી હતી. ઘોડે સવાર થયેલા જુવાનસિંહ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.