test
30 C
Ahmedabad
Wednesday, June 19, 2024

વિજયનગરમાં એસટી ડેપોની માંગણી સંતોષવા પાલ શહીદ સ્મારક પાસે સ્થાનિકો ઉપવાસ પર બેઠા


વિજયનગરમાં એસટી ડેપોની માંગણી સંતોષવા પાલ શહીદ સ્મારક પાસે સ્થાનિકો ઉપવાસ પર બેઠા.. અગાઉ મુખ્યમંત્રીને આવેદનપત્ર દ્વારા તમામ સંગઠનોએ એકી અવાજે આ સમસ્યા રજૂ કરાઈ હતી.. વિજયનગર તાલુકો જાહેર થયે વર્ષો વિત્યા હોવા છતાંય આજદિન સુધી બસ સ્ટેન્ડ બન્યું નથી…

Advertisement

વિજયનગરમાં એસટી ડેપો ના પ્રશ્ને અગાઉથી આપવામાં આવેલ અલટી મેટમ ને પગલે ગુરૂવાર સવારથી પાલ-દઢવાવ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને સત્યાગ્રહ આંદોલનનો પ્રારંભ કરવામા આવ્યો હતો.. અગાઉ અનેકવાર મુખ્યમંત્રી સુધી આ મુદ્દે આવેદનપત્ર દ્વારા તમામ સંગઠનો એ એકી અવાજે એસટી ડેપો માટે રજૂઆતો કરવામાં આવી હતી.. પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ પણ આદિજાતિ પછાત રાજ્યના વિજયનગરમાં એક એસટી ડેપોની
જરૂરિયાત સંતોષવામાં ન આવતા વેપારીઓ,આગેવાનો,નાગરિકો આજે અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ પાલ ખાતે સત્યાગ્રહ આદર્યો હતો.. સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકો જાહેર થયે વર્ષો વિત્યા હોવા છતાંય અંતરિયાળ વિસ્તારમાં આજદિન સુધી સરકારે નવીન બસ સ્ટેન્ડ ઉભુ કરવાં કોઈપણ પ્રકારની વિચારણા કરી નથી ત્યારે સ્થાનિક રહીશો તેમજ આવતાં પર્યટકોને અંતરિયાળ વિસ્તારમાં બસ સ્ટેન્ડ ન હોવાને લઇ બસમાં મુસાફરી કરવી ભારે મુશ્કેલ બનતી હોય છે…

Advertisement

આઝાદીના ૭૫વર્ષ વીત્યાં છતાંય અંતરિયાળ વિસ્તારમાં વિજયનગર ખાતે બસ સ્ટેન્ડ કે એસ.ટી ડેપોની સુવિધા મડી નથી.. ગુજરાત સરકારમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં ત્યારે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદીવાસી તાલુકાનો વિકાસ થાય તેણે લઇ વિવિઘ યોજનાઓ હતી.. જૉકે આજદિન સુધી વિજયનગર ખાતે એસ.ટી ડેપો કે બસ સ્ટેન્ડ મળ્યું નથી ખાસ કરીને ચોમાસા તેમજ શિયાળા ની ઋતુમાં બસને ક્યાં ઉભી રાખવી તેણે લઇ ભારે હાલાકી પડતી હોય છે.. ત્યારે બસ સ્ટેન્ડ તેમજ એસ.ટી ડેપો ની માંગ ને લઇ મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે.. પરંતુ રેવ્યું ઓથોરિટી વિભાગ એસ.ટી ડેપો માટે જમીન ફાળવણી કરતા નથી તેમજ અઘિકારી દ્રારા જમીન ફાળવવામાં આવે છે અને બાદમાં જમીન રદ કરવાનું કામ પણ રેવન્યુ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે.. ત્યારે અંતરિયાળ વિસ્તારમાં વસ્તા આદીવાસી સમાજને ચૂંટણી ટાંણે રાજકીય પક્ષો બસ સ્ટેન્ડ અને એસ.ટી ડેપો મંજુર થયાની વાતો કરી પોતે મત લઇ જતાં રહેતાં હોઈ છે.. અને બાદમાં તેઓ પણ સત્તામાં આવ્યા પછી વિજયનગરની વર્ષો જુની માંગ પુરી કરવામા આવતી નથી..

Advertisement

રાજ્ય સરકારમાં આગાઉ અનેક વાર રજૂઆત કરી ચૂક્યા હોવા છતાંય વિજયનગર તાલુકાને જે આપવાનું છે તે આજદિન સુધી આપ્યું નથી.. વિજયનગરનાં રહીશો તેમજ આવતાં પર્યટકોની એક્જ રજૂઆત છેકે વિજયનગરની વર્ષો જુની માંગ જેમકે બસ સ્ટેન્ડ અને એસ.ટી ડેપો માટે સરકારે તાત્કાલીક ધોરણે કામગીરી શરૂ કરી કરવામાં નહી આવેતો આવનારા દિવસોમાં પાલ ચિતરિયા, ચિઠોડા, આંતરસુંબા, તેમજ વિજયનગરના પ્રવેશદ્વાર જવોબો છે જેણે લઇ ગુરુવારનાં રોજથી દરેક ગ્રામ પંચાયતો સાથે મળી અહિંસક રીતે આંદોલન માર્ગની ઉગ્ર ચીમકી ઉરચારી હતી.. તેમજ આવનાર દિવસોમાં વર્ષો જુની બસ સ્ટેન્ડ અને એસ.ટી ડેપોની સરકાર દ્વારા માંગ સંતોષવામાં નહી આવેતો સહિદ સ્મારકથી આહવાન કર્યું હતું કે જે આદીવાસી સમાજે ૧૨૦૦ સહિદી આપી હતી તે સ્થળેથી રાજ્ય સરકાર ને ખુલ્લું આહવાન આપ્યું હતું તેમજ વિજયનગરની માંગણી સ્વીકારવામાં નહી આવે તો શહીદી વ્હોરવાની ત્યારી દર્શાવી ઉગ્ર ચીમકી ઉરચારી હતી..

Advertisement

લલીત ડામોર, વિજયનગર 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!