ભારતમાં હિંદુ દીકરીઓ મુસ્લિમ લવ જેહાદઓથી સુરક્ષિત ન હોવાથી એન્ટી લવ જેહાદ નો સખત કાયદો બનાવવા અને હિંદુ દીકરીઓને રક્ષા અને સલામતી માટે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું
અરવલ્લી જીલ્લા રાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે ચાર દિવસ અગાઉ દિલ્હી માં સાક્ષી નામની સગીર હિંદુ દીકરીને મુસ્લિમ લવ જેહાદી દ્વારા જાહેરમાં 21 કરતા પણ વધુ છરી થી હુમલો કરીને 15 કિલો વજન નો પથ્થર અનેક વખતે માથા ઉપર મારીને હિંદુ દીકરીને જાહેર માં હત્યા કરેલ છે. જે ખૂબ જ દુઃખદ અને અસહ્ય છે .આ હત્યા કાંડથી સમસ્ત હિંદુ સમાજ માં દુઃખ અને વિધર્મી પ્રત્યે રોષની લાગણી વ્યાપી છે આ ઘટનાઓ જોતા ભારતમાં હિંદુ દીકરીઓ સુરક્ષિત નથી. અંતે હિંદુ સમાજની દીકરીઓની હત્યા,બળાત્કાર,અપહરણ જેવા ગુનાઓ દેશભરમાં સતત બની રહ્યા હોવાથી આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રિય બજરંગ દળ દ્વારા ભારતના માનનીય વડાપ્રધાન અને ગૃહમંત્રી ને માંગણી કરીએ છીએ કે હિંદુ દીકરીઓ ની રક્ષા માટે એન્ટી લવ જેહાદ નો સખત કાયદો બનાવવામાં આવે અને આવા ગુન્હેગારોને ત્વરિત જાહેર માં ફાંસી ની સજા આપવી દેશ ભર માં એક ઉદાહરણ પૂરું પાડવામાં આવેની માંગ જિલ્લા અધ્યક્ષ રામભાઈ પટેલ, રાષ્ટ્રીય બજરંગદળ પ્રિયંક પોકાર ધ્રુવ ભાવસાર ,પરેશભાઈ પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓએ કરી હતી