દેશની પહેલી સ્વદેશી બેંક પંજાબ નેશનલ બેંક મોડાસામાં છેલ્લા કેટલા સમયથી કાર્યરત છે જેમાં 241 મા એટીએમ નું ઉદઘાટન કરવા સાથે બ્રાન્ચની મુલાકાત માટે જનરલ મેનેજર મહાપાત્રા સાથે ડેપ્યુટી જનરલ મેનેજર અજય તિબદેવાલ મુલાકાત કરી 241 માં એટીએમ નું ઉદ્ઘાટન જનરલ મેનેજર સાથે અરવલ્લી જિલ્લા સામાજિક કાર્યકર નિલેશ જોશી ના હસ્તે કરવામાં આવ્યું જનરલ મેનેજર દ્વારા અરવલ્લી જિલ્લા માં કિસાનો માટે ખાસ અધિકારી મૂકી બેંક દ્વારા તેમને મળતી જુદી જુદી વ્યવસ્થા કરવાની બાહેદરી આપી તે ઉપરાંત સ્ટુડન્ટ લોન . હાઉસિંગ લોન માટે ઝડપી કાર્યવાહી થશે તેવું સૂચવવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મા જે સી સ કમિટી ચેરમેન નવનીત પરીખ દિવ્યાંગ સેવા ભાવિ અમિત કવિ નિલેશ પ્રજાપતિ એલ.આઇ.સી. ટાટા ના મેનેજર સાથે મોટાભાગના ગ્રાહકો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનું સંચાલન પંજાબ બેંકના મેનેજર સોહીત સોની તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું